________________
અષ્ટાદ્ધિા
પ્રવચનો // ૧૭૨ ||
ખરી વાત તો એ જ છે કે દેવદ્રવ્યની સંપત્તિના માલિક જેવા થઈ બેઠેલા ટ્રસ્ટી(!)ઓને આ વાત સમજાવીને એ બધી રકમ જીર્ણોદ્ધારમાં વપરાવી દેવી જોઈએ. દેવદ્રવ્ય તો કામધેનુ | ગાય જેવું છે. એમાં ઇચ્છો કે ન ઇચ્છો-સદાય આવક ચાલુ જ રહેવાની છે. ભગવાનનું પણ શ્રાવકનાં લોકોત્તર પુણ્યબળ એની પાછળ કામ કરે છે માટે તો ! એવું પુણ્ય બીજે ક્યાંય સંભવે પણ દસ વાર્ષિક
જન અગિયાર - હિંદુઓનાં મંદિરો જુઓ. ત્યાં અવ્યવસ્થા છે. કેટલાંય ઐતિહાસિક મંદિરો જીર્ણોદ્ધારને | કર્તવ્યો અભાવે પડું પડું થઈ રહ્યાં છે. જૈનોમાં તે માટે ચુસ્ત વ્યવસ્થા છે, તેથી દેરાસરોની રોનક | સચવાઈ રહી છે. તે રોનક જુદી છે, નિરાળી છે. દેરાસરો તો હંમેશાં સ્વ-દ્રવ્યથી જ બંધાવવાં | જોઈએ. કુમારપાળે સ્વદ્રવ્યથી ત્રિભુવનપાળ વિહાર બંધાવ્યો. ૯૬ ક્રોડ સોનામહોરનો વ્યય કર્યો. આજે પણ ઘણે ઠેકાણે સ્વ-દ્રવ્યથી દેરાસરો પ્રભુભક્ત શ્રીમંતો બનાવી રહ્યા છે. (જો કોઈ વ્યક્તિ કે સંઘને દેવદ્રવ્યની મોટી રકમ વાપરવી હોય તો તેમણે કુમારપાળ વી. શાહ | એ કલિકુંડ સો. કલિકુંડ તીર્થ ધોળકા, ગુજરાતનો સંપર્ક સાધવો. આ ધર્માત્માને જીવદયા અને તે શજિનાલયોમાં ધનવાન ધર્મી લોકો ક્રોડો રૂ. આંખ મીંચીને આપે છે.). (૬) મહાપૂજા
વર્ષમાં એક વાર મહાપૂજા કરવી જોઈએ. મહાપૂજા એટલે સંઘના શિખરબંધી જિનાલયની અને પ્રત્યેક જિનબિંબની ઉત્તમ દ્રવ્યોથી પૂર્ણ શુદ્ધિ-સાફસફાઈકરવી. આમાં
| ૧૭૨ ||