________________
|ી શ્રતભક્તિમાં તે લાખો રૂપિયા વપરાવી નાખવા જોઈએ. જો આગમો વગેરે સચવાયા હશે તો
ગુમાવેલું પાછું મેળવી શકાશે. અષ્ટાદ્વિકા મા ગુરુભક્ત લલિગ
શ્રાવકનાં પ્રવચનો
1 શ્રી હરિભદ્રસૂરિ મહારાજ ગ્રંથો રચતા હતા ત્યારે એક વખત તાડપત્રોની જરૂર પડી. ીિ વાર્ષિક | ૧૭૬ ||.
સૂરિજી માથે હાથ દઈને બેઠા હતા. ભક્ત લલ્લિગે તેનું કારણ પૂછતાં ખબર પડી કે બિ અગિયાર Eશતાડપત્રોની ખાસ જરૂર છે. આ લલ્લિગ એક વખત તે ચિતોડના ઉપાશ્રયનો કાજો લેનાર ીિ કર્તવ્યો સામાન્ય શ્રાવક હતો. તેની ઉપર મહારાજના આશીર્વાદ ઊતર્યા. અને તેણે નાની દુકાન શરૂ ત્રિ કરી. તેમાંથી તે કરોડપતિ બની ગયો. ગુરુદેવની કૃપાનું જ આ ફળ છે એમ માનીને તેણે તે ગુરુદેવ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કર્યું. ગમે તેટલો ખર્ચ કરીને જોઈએ તેટલાં તાડપત્રો મંગાવી આપ્યાં. હરિભદ્રસૂરિજી સતત સ્વાધ્યાય કરતા. તેમનું લેખનકાર્ય સતત ચાલુ રહેતું. અંદરથી જ્ઞાનનો ઝરો સતત વહ્યા કરતો. રાત્રે લખવા માટે લલ્લિગે એવું મૂલ્યવાન રત્ન મંગાવી આપ્યું કે તેના પ્રકાશથી તેઓ રાત્રે પણ લખી શકતા. - લલ્લિગે તાડપત્રોને ઢગલો કર્યો. રાત્રે પ્રકાશ આપતું રત્ન લાવી આપ્યું. પૂજ્યપાદ હરિભદ્રસૂરિજીએ દીવાબત્તીના ઉપયોગને ન સ્વીકાર્યો. સાધુથી જરાતરામાં કાંઈ અપવાદમાર્ગ ન સેવાય. સ્વહિત છોડીને પરહિતનું કાર્ય ન થાય. સ્વહિત સાચવીને સાધુ જે પરહિત કરે તે વાસ્તવિક હોય અને ભયરહિત હોય. બાકી તો પરહિતમાં પતનની શક્યતા ઓછી નથી. I || ૧૭૬ ||