________________
|| ૧૮૫ ||
පපදය දිය ය ය ය
****
આ હલાહલ કલિકાલમાં સાવ દોષમુક્ત જીવનની શક્યતા નહિવત્ છે. આજે તો જો શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાય તો તે સાધુ કે શ્રાવક શ્રેષ્ઠકક્ષામાં ગણી શકાય. લાજ મૂકીને જો દોષ સેવ્યો છે તો હવે લાજ મૂકીને જ ગુરુ પાસે બધું પાપ વિસ્તારથી રડતી આંખે રજૂ કરી દેવું જોઈએ.
જે આત્મા પોતાના દોષોને ધિક્કારવા સાથે શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરતો હોય તે આત્મા નિશ્ચિત્તપણે નિકટમાં મોક્ષ પામશે. આ વાતમાં કોઈએ લેશ પણ શંકા કરવી નહિ. પ્રાયશ્ચિત્ત ઝટ કરવાની પ્રેરણા જાગે અને સુ-ગુરુની પાસે શુદ્ધ દિલે પ્રાયશ્ચિત્ત લેવા માટે ઉલ્લાસ પેદા થાય તે માટે “ભવાલોચના'' પુસ્તક વાંચી જવું. |ઉપસંહાર
જો આ વાર્ષિક અગિયાર કર્તવ્યોનું પાલન દરેક જૈન કરે, તો આજે જૈનસંઘમાં જે માત્ર ભાદરવો માસ રળિયામણો રહે છે, તેને બદલે બાર માસ રળિયામણાં થઈ જાય. આજે જ જૈનશાસનનો જયવારો થઈ જાય. આ અગિયાર કર્તવ્યોનાં સેવન દ્વારા આપણું જીવન ધર્મમય બની જાય. આપણે એટલું સમજી લઈએ કે હવે જે ભયાનક કાળ આવી રહ્યો છે તેમાં આપણને ધર્મ વિના લગીરે ચાલવાનું નથી.
જગતમાં તેવા લોકો તરફ તમે નજર કરો જેમનાં જીવનમાં ધર્મ નથી (હાલ આપણે તે એ તે કક્ષાના તે તે મોક્ષલક્ષી ધર્મોને તે તે કક્ષાની દૃષ્ટિથી ધર્મ જ કહીશું.) અને જેમનો પુણ્યોદય ઠીક ઠીક ચાલે છે (આ પુણ્ય પાપાનુબંધી કહેવાય.) એથી તેમના જીવનમાં, કુટુંબમાં, ઘરમાં સુખની સામગ્રીઓ જોવા મળે છે. કદાચ તેના ગંજ ખડકાયા છે.
|| ૧૮૫ ||