________________
|| ૧૮૩ ||
KG GOGO GO O O O O O O O O O O G
તપનાં બે પ્રકાર છે : અત્યંતર તપ અને બાહ્ય તપ. અત્યંતર તપના છ ભેદમાં ‘પ્રાયશ્ચિત્ત’ એ ઉત્કૃષ્ટ તપ છે. આ માટે ગુરુ મહારાજ સમક્ષ એક વાર જીવનનાં તમામ પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યા પછી છેવટે દર વરસે એક વાર પાપોની આલોચના કરવી. આ માટે તમારે એક નોટબુક રાખવી. તેમાં હંમેશ દોષો લખતા રહેવા. પછી દર વરસે એક વાર ગુરુ પાસે આલોચના લેવી. આ જો ન થાય તો બધું નકામું. જ્યાં સુધી આત્મશુદ્ધિ ન થાય ત્યાં સુધી બધી આરાધના નકામી. શિલ્પશાસ્ત્રમાં કહેલ છે કે જ્યાં મકાન કે મંદિર બંધાવવું હોય ત્યાંની જમીન શલ્યરહિત બનાવવી, એટલે કે તેના પાયામાં ક્યાંય હાડકું ન રહેવું જોઈએ. શલ્યશુદ્ધિ થવી જોઈએ. જો શલ્યશુદ્ધિ ન થાય તો ત્યાં રહેનાર સુખી થતો નથી. તેનું જીવન જ બંગલાના માલિક તરીકે ચાલ્યા કરે, પણ જ્યાં ત્યાં મુશ્કેલીઓ આવ્યા કરે. તમે ગમે તેટલો ધર્મ કરો. ગમે તેટલી આરાધના કરો પણ પ્રાયશ્ચિત્ત વગર તે આરાધનામાં આનંદ નહીં આવે. જ ઉપધાન કરશો તો ય ત્યાં શાંતિ વળશે નહિ. શત્રુંજય ઉપર જાઓ તો ય ત્યાં તેની સ્પર્શના થશે નહિ. શલ્યની શુદ્ધિ ન થાય ત્યાં સુધી આરાધક ભાવની વૃદ્ધિ ન થાય. જીવનશુદ્ધિ થાય પછી ધર્મના બધા યોગો ઊંચે આવશે. મૂળમાંથી શલ્ય ન જાય ત્યાં સુધી જીવનનું ઠેકાણું પડતું નથી. પ્રાયશ્ચિત્ત કરેલ પાપી આત્મા મોક્ષે જઈ શકે છે. પણ પ્રાયશ્ચિત્ત ન કરેલ મહા હ પુણ્યશાળી આત્મા પણ મોક્ષે જઈ શકતો નથી.
પૂજા કરો, ભક્તિ કરો, કોઈ પણ આરાધના કરો, પણ જ્યાં કરો ત્યાં સુધી બાકીનો બધો ધર્મ મોક્ષદાતા બની શકતો નથી.
સુધી પાપોનું પ્રાયશ્ચિત્ત ન ॥ ૧૮૩ II પ્રાયશ્ચિત્તની શક્તિ અજોડ