________________
ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે. પ્રભાવના કરીને ધર્મપ્રશંસા કરાવો. ધર્મપ્રશંસા કરાવીને જન્માંતરમાં જૈન બનાવો.
અષ્ટાનિકા
(૧૧) આલોચના (પાપશુદ્ધિ)
|| ૧૮૨ || 1
પ્રવચનો આ છેલ્લું વાર્ષિક કર્તવ્ય ખૂબ મહત્ત્વનું છે. તેની મહત્તા અને શ્રેષ્ઠતા અથવા અનુપમતા દર્શાવવા શ્રી લક્ષ્મીસૂરિજી મહારાજ સાહેબ કહે છે કે, ‘જંબુદ્રીપના બધા પર્વતો સોનાના બની જાય, અને તમામ નદીઓના કિનારા ઉપર રહેલી રેતીના કણ રત્ન બની જાય. આ સોનું અને રત્નો ખર્ચીને આખા જંબુદ્વીપમાં કોઈ ભાગ્યશાળી સાત ક્ષેત્રોમાં દાન દે. આટલાથી જે ધર્મ થાય તેના દ્વારા એક દિવસનું કરેલું પાપ પણ છૂટી શકતું નથી. જીવનભરમાં બધાં પાપ છોડવાનો એક જ ઉપાય છે : પ્રાયશ્ચિત્ત.'
પહેલાં એક વાર જીવનમાં જેટલી ભૂલો કરી હોય, જેટલાં પાપ કર્યાં હોય તે બધાં જરાય સંકોચ કે શરમ રાખ્યા વગર ગીતાર્થ ગંભીર ગુરુ આગળ જાહેર કરી દેવા અને તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારવું. જે ગુરુ ગીતાર્થ હોય, જે ગંભીર હોય, જેઓ શાસ્ત્રના જાણકાર હોય, સાગર જેવા ગંભીર પેટવાળા હોય, એટલે કે ગમે તેવી વાતો તેમના પેટમાં સમાઈ જતી હોય તેવા ગુરુને બધી વાતો કરવી. વળી ગમે તેવાં પાપ કર્યાં હોય, છતાં ય તે આત્મા પ્રતિ ગુરુને નફરત ન જાગે. તે ગુરુ તેની પીઠ થાબડતા કહે, ‘શાબાશ ! તું ભાગ્યશાળી છે. તેં પાપ પ્રકાશી દીધું અને પ્રાયશ્ચિત્ત કર્યું.'
9 9 9 දී ය ය ය ය යය ය ය ය
શ્રાવકનાં
વાર્ષિક
અગિયાર
કર્તવ્યો
|| ૧૮૨ ||