________________
36 43 S
સાધુજીવનની આરાધનાને નિર્દોષ બનાવવાનો જબ્બર લાભ મળે છે. સાધુની નિર્દોષ જીવનચર્યામાં જ સમાયું છે, સાચું સ્વ-પરહિતકરણ. (૧૦) તીર્થ (શાસન) પ્રભાવના
અષ્ટાક્ષિકા પ્રવચનો.
શ્રાવકનાં
અગિયાર
તીર્થ બે પ્રકારના છે : (૧) સ્થાવર તીર્થ (૨) જંગમ તીર્થ. સ્થાવર તીર્થ એટલે જે વાર્ષિક ॥ ૧૭૮ ॥ | સ્થિર હોય તે-ઉપાશ્રય, દેરાસર વગેરે. જંગમ તીર્થ એટલે જે હાલતાં ચાલતાં હોય : જેવા કે સાધુ-સાધ્વીજી. આ બન્ને તીર્થના નિમિત્તને પામીને શાસનપ્રભાવના ક૨વી. સ્થાવર તીર્થમાં શત્રુંજ્ય તીર્થ, ગિરનાર તીર્થ, આબુ તીર્થ, વગેરે આવી શકે. દશાર્ણભદ્ર અને સૌધર્મેન્દ્ર
કર્તવ્યો
LG G GK G
ભગવાન મહાવીરદેવનું સામૈયું અતિ ભવ્ય ઠાઠમાઠથી દશાર્ણભદ્ર રાજાએ કર્યું હતું. તે ખરેખર અપૂર્વ હતું. આવા શ્રેષ્ઠ ઠાઠમાઠ સાથે ભગવાનના દર્શન અર્થે તે રાજા ગયો. શાસનની પ્રભાવના આવા અજોડ સામૈયાથી રાજા દશાર્ણભદ્રે કરી.
દશાર્ણભદ્ર રાજાએ એવું સામૈયું કર્યું કે તે જોનારા નવાઈ પામ્યા રાજાને અભિમાન થયું કે, ‘મારા જેવું સામૈયું કાઢનાર કોઈ હશે ખરો ?' બેશક, આમાંય ભગવાનની ભક્તિ જ તેના હૈયે હતી.
સૌધર્મેન્દ્રે આ હકીકત જાણી. તેણે દશાર્ણભદ્રનું અભિમાન ઉતારવા વિચાર કર્યો, અને પોતાની વૈક્રિયશક્તિ દ્વારા અતિ ભવ્ય સામૈયા સાથે પરમાત્મા પાસે ઇન્દ્ર આવ્યા. સામૈયામાં હાથીઓ, હાથીની દરેક સૂંઢ ઉપર કમળ, તે દરેક કમળમાં દેવાંગનાઓનાં અદ્ભુત નૃત્યો !
|| ૧૭૮ ||