________________
અદ્ધિક
પ્રવચનો | ૧૬૦ ||
જોરદાર પશ્ચાત્તાપ સાથે હોવાના કારણે તમે પાપી નથી. એટલે એ પાપ તો છૂટી જ જશે.” હિ - પેલા ભાઇએ માંડ માંડ શીરો ગળે ઉતાર્યો. આવી સાધર્મિક ભક્તિ જોઈને તે નવાઈ પામી ગયો. મનમાં તેને ખૂબ પશ્ચાત્તાપ થયો અને ઊઠતાં ઊઠતાં સંકલ્પ કરી લીધો કે લિ શ્રાવકનાં અત્યારથી સિગારેટ, સિનેમા વગેરે સાત વ્યસનોનો સદંતર ત્યાગ. જમીને તે ભાઈ સીધા મ વાર્ષિક ગુરુ-મહારાજ પાસે ગયા. ત્યાં તરત જ સાત વ્યસનોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. અગિયાર (૩) યાત્રાસિક
કર્તવ્યો યાત્રાઓ ત્રણ પ્રકારની છે : (૧) અષ્ટાહ્નિકા યાત્રા (૨) રથયાત્રા-જલયાત્રાનો વરઘોડો (શાસનની ઉન્નતિ અર્થે) (૩) તીર્થયાત્રા. આ ત્રણે ય યાત્રા વર્ષમાં એક વાર કરવી જોઈએ. આ કદાચ તે કરવાની શક્તિ ન હોય તો તે જે કરતા હોય, તેમાં ફાળો આપવો જોઈએ.
(૧) અષ્ટાદ્ધિકા : આ યાત્રા જિનભક્તિના મહોત્સવ રૂપ છે. તેવો મહોત્સવ કરવાની શક્તિ ન હોય તો સંઘના થતા મહોત્સવમાં એક દિવસની પૂજા પણ લખાવી શકાય. તે ન બને તે શક્તિ પ્રમાણે પ-૨૫ રૂપિયાનો ફાળો તેમાં નોંધવવો અથવા ગમે તે રીતે તેનો લાભ અવશ્ય લેવો.
(૨) રથયાત્રા : રથયાત્રા (જળયાત્રાનો વરઘોડો) અવશ્ય કરવી જોઈએ. તેથી શાસનની ઉન્નતિ થાય છે, શાસનપ્રભાવના થાય છે. કદાચ રથયાત્રા કાઢવાની શક્તિ ન હોય-સંઘમાં તેવા શક્તિશાળી ગૃહસ્થો ન હોય તો જે ઉછામણી બોલાય તેની રકમ આ // ૧૬૦ ||