________________
અષ્ટાદ્વિકા
પ્રવચનો | ૧૬ ૨ ||
કેટલાક સંઘો આજે બસ, ખટારાઓથી નીકળે છે, તે બરાબર નથી. છ'રી પાળતા ને શસંઘનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આમાં સચવાતો નથી, સંઘ ખૂબ વૈજ્ઞાનિક છે. તે વ્યવસ્થિત | ધર્મપદ્ધતિ છે. ગમે તેમ કરીને સગવડિયો ધર્મ શોધીને ધર્મદ્રોહના ભાગી ન બનીએ. ખોટી શ્રાવકનાં પરંપરાઓ ચલાવીને પ્રાચીન પરંપરાઓને ધક્કો મારવામાં નિમિત્ત ન બનીએ. કદાચ બસથી |
વાર્ષિક પણ તીર્થયાત્રા જરૂર કરી શકાય, પરંતુ તેને સંઘ કહેવો કે તેમાં સંઘપતિની માળ પહેરવી તે |
અગિયાર તો ઉચિત નથી જ.
કર્તવ્યો જ વિક્રમરાજાના સંઘમાં ૫000 આચાર્યો હતા. (આ ઉપરથી સાધુઓ કેટલા હશે ? તેનો | વિચાર કરજો.) ૭૦ લાખ જૈન કુટુંબો હતા. ૭૬૦૦ હાથી હતા. કેવો દીપતો હશે એ કે કાળ ? હાથીની સંખ્યા એટલા માટે બતાવી છે કે જો ૭૬૦૦ હાથી હતા તો ઘોડા, ઊંટ, ઊંટગાડી વગેરેની સંખ્યા કેટલી હશે ? આ સંઘ ઉજ્જૈનથી પાલીતાણા સુધીનો નીકળ્યો હતો.
કુમારપાળના સંઘમાં-૧૮૭૪ સુવર્ણમંદિર હતા. મંત્રીશ્વર પેથડના સંઘમાં ૭ લાખ માણસો હતા. વસ્તુપાળે સાડાબાર વખત શત્રુંજ્યની તીર્થયાત્રા કરી હતી.
(૪) સ્નાત્ર-મહોત્સવ : વર્ષમાં એક વાર ખૂબ ઠાઠમાઠથી સ્નાત્ર-મહોત્સવ ઊજવવો પણ જોઈએ. તેમાં પ્રભુની ભક્તિનો અનુપમ લહાવો મળે છે. રોજ નાટપૂજા ભણાવાય તો કે ઉત્તમ. છેવટે પર્વને દિવસે, પાંચમ, આઠમ, ચૌદશ વગેરે દિવસે સ્નાત્ર પૂજા થાય તો ય ઉત્તમ. | આજે અહીં પણ સગવડિયો ધર્મ શરૂ થયો છે. પર્વના દિવસે સ્નાત્રપૂજા થતી નથી પણ શિ
| ૧૬ ૨ ||