Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ થરથયાત્રા માટેના રથ વગેરેના નકરામાં વાળીને પણ શાસનપ્રભાવના કરવા માટે ક્યારેક 8િ શક્યારેક રથયાત્રા કાઢવી જોઈએ. કેમકે તેથી જબરદસ્ત પ્રભાવના થાય છે. જૈનેતરો ઉપર | ૧૬૧ || ધર્મનો ખૂબ સારો પ્રભાવ પડે છે. શાસનની પ્રભાવનાથી મહાન પુણ્યકર્મનું ઉપાર્જન થાય છે. માં પણ જો સંઘની શક્તિ હોય તો આ ઉછામણીની રકમ રથયાત્રાના ખર્ચ માટે ન વાપરતાં દેવદ્રવ્યમાં જમા કરવી જોઈએ. (૩) તીર્થયાત્રા : તે વિધિપૂર્વક, આરાધનાપૂર્વક સ્વદ્રવ્યથી તીર્થયાત્રા કરવી જોઈએ. આજે તેમાં અવિધિઓ-આશાતનાઓ પારાવાર થાય છે (ખાસ કરીને શિખરજી આદિ તીર્થોની | ટ્રેન-યાત્રાઓમાં). પુણ્યનું ઉપાર્જન અને પાપનું વિલોપન કરવા માટે તીર્થયાત્રા છે અને તે છે થયાત્રા અવિધિભરપૂર હોય તો તેનો શો અર્થ ? આજે આઠ દિવસના અષ્ટાહ્નિકા મહોત્સવો- શિ અગવડતાદિના કારણે ખૂબ ઓછા થઈ ગયા છે. પૂર્વના કાળમાં લગ્ન થતાં તોય અષ્ટાદ્વિકા ત્રિ મહોત્સવ તેની સાથે જ થતો. તેવા સમયે એક બાજુ ભક્તિ-મંડળીઓ જામી હોય, પૂજાઓ ભણાવાતી હોય. બીજી બાજુ વૈરાગ્ય-નીતરતી મુનિવરોની દેશના ચાલતી હોય, ત્રીજી બાજુ શિસ્વામીવાત્સલ્ય થતા હોય, બહારગામના લોકો આ ઉત્સવમાં ભાગ લેવા ઉમંગે દોડી આવતા | શિહોય. આથી ભ્રાતૃભાવ વધે, શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક બધી શક્તિઓ પ્રાપ્ત છે શિથાય. એવું ધાર્મિક વાયુમંડળ જામ્યું હોય કે ત્યાં લગ્નનાં ગીતોના રાગ ભરેલાં સૂરો ક્યાંય | હિંદબાઈ જાય. પૂર્વના કાળના શ્રાવકો હાથે કરીને લગ્નોત્સવને આ રીતે ધર્મોત્સવમાં પલટી છે નાખતા.

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210