________________
ઈસાઈના ધર્મના રવિવારના દિવસે સ્નાત્રપૂજા ભણાવાય છે ! ત્યાં અનુકૂળતા જોવાય છે, પણ
વિધિ જોવાતી નથી. પર્વતિથિ ઊડી ગઈ અને રવિવાર આવી ગયો ! મોટા ધાર્મિક પ્રસંગો | ૧૬૩ ||
અરવિવારે ફાવે. રવિવાર વર્ષમાં કેટલા ? રવિવાર વર્ષમાં બાવન આવે. આપણે રવિવારે જ
ધર્મ કરતા થઈ ગયા ! ઈસાઈઓએ ઈસુ-ભક્તિ રવિવારે ગોઠવી. સોમથી છ દિવસ એ કામધંધામાં મશગૂલ માણસને શાંતિ સાથે ધર્મધ્યાન માટે રવિવાર તેઓએ રાખ્યો, અને આપણે એ જ રવિવાર ધર્મ માટે ગણી લઈને પર્વતિથિની સરિયામ ઉપેક્ષા કરી !
રોજ સ્નાત્રપૂજા ન ભણાવાય તો પર્વને દિવસે ભણાવો, તે પણ શક્યતા ન હોય તો છેવટે વર્ષમાં એક વાર ભવ્યતાપૂર્વક ઠાઠમાઠથી સ્નાત્રમહોત્સવ ઊજવો. એ પેથડમંત્રીએ આવા મહોત્સવ દ્વારા શાસનની અપૂર્વ સેવા અને ભક્તિ તથા પ્રભાવના કરી. રૈવતગિરિ (ગિરનાર) ઉપર દિગંબર અને શ્વેતાંબર વચ્ચે ઝઘડો પડ્યો. સ્નાત્ર-ઇન્દ્ર તિ મહોત્સવ ઊજવાયા પછી ઇન્દ્રમાળ પહેરે કોણ ? જે ઈદ્રમાળ પહેરે તેનું તે તીર્થ. એટલે દિવ્ય
ઉછામણી બોલાણી. શ્વેતાંબરો અને દિગંબરો સામસામી ઉછામણી બોલવા લાગ્યા. છેવટે પેથડ હિમંત્રીએ પ૬ ધડી સોનામાં ઉછામણી લીધી અને માળ પહેરી (૧ ઘડી = ૧૦ શેર સોનું.) પ૬ Aિ
શ્રધડી=૫૬૦ શેર સોનું એટલે કે ૨૨,૪00 તોલા. આટલો ધન વ્યય કરીને ગિરનાર તીર્થ | થિ શ્વેતાંબરોએ પ્રાપ્ત કર્યું. આ પ૬ ધડી સોનું ત્યાં ને ત્યાં ચૂકવવા માટે તુરત જ માણસોને મંત્રીએ માંડવગઢ મોકલ્યા અને તે સોનું ન આવે ત્યાં સુધી ઉપવાસ શરૂ કર્યા. ઉછામણી | I || ૧૬૩ | ચૂકવવા માટે તરત પ્રબંધ કરવો જોઈએ. સોનું તાબડતોબ મંગાવ્યું. ત્રીજા દિવસનો ઉપવાસ