Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 176
________________ ક આજે શ્રીમંતોએ ઉછામણી બોલવાને બદલે નવું સૂત્ર શોધી કાઢ્યું છે, “મધ્યમ વર્ગને | લાભ આપો.” ગરીબોના લાભની વાત કરનાર શ્રીમંતો “ઉછામણી'નો આંક આ રીતે ઘટાડી // ૧૬૭ || રહ્યા છે તે દુઃખદ વાત છે. ગરીબો “અનુમોદના' દ્વારા ક્યાં લાભ લઈ શકતા નથી ? વસ્તુત: ગરીબોના લાભના નામ નીચે શ્રીમંતોને ખૂબ લાભ થયો કે તેમને મોટી ઉછામણીઓ બોલાવી ન પડે. હકીકતમાં તો શ્રીમંતોને ધનની મૂછ ઉતારવાનો લાભ બંધ થશે. આમ ગરીબોના | લાભની યોજના શ્રીમંતોને મોટો ગેરલાભ કરનારી બનશે. દેવદ્રવ્ય વગેરે ખાતાંઓની રકમનો ઉપયોગ ક્યાં કરવો ? તે અંગેની તમામ સમજણ ક દ્રવ્ય-સપ્તતિકા નામના ગ્રન્થમાં આપવામાં આવી છે. (વળી મારું લખેલું પુસ્તક “ધાર્મિક | વહીવટ વિચાર’થી પણ ઘણી શાસ્ત્રીય સમજણ પ્રાપ્ત થશે). જો આપણે શાસ્ત્રનીતિથી | | ચાલવાનો આગ્રહ જારી રાખીશું તો જ આપણા ધર્મમાં અને ધાર્મિક વ્યવહારોમાં શુદ્ધિ | જળવાઈ રહેશે, અને વૃદ્ધિ થતી જશે. જો જમાનાવાદના પ્રવાહમાં તણાઈને મનફાવે તેવા | વિધાનો કરતાં રહીશું તો દરેક માણસ પોતાની મનસ્વી રીતે ગમે તે વિધાન કરશે, ગમશે તે | લખવા લાગશે, કરાવવા લાગશે, ઠરાવો કરાવશે. આમ દરેક માણસ પોતાની બુદ્ધિ, અનુભવ છે અને વાતાવરણના અનુસાર જો જુદી જુદી વાત કરશે તો ધર્મક્ષેત્રમાં મોટી અવ્યવસ્થા ઊભી | નિ કરશે. આવી સ્થિતિ આજની અપરિપક્વ-અશાસ્ત્રીય-લોકશાહીમાં ઉઘાડા સ્વરૂપમાં જોવા મળે છે જ છે. માટે આપણે તો શાસ્ત્રનીતિને જ વળગી રહેવું જોઈએ. જેથી જેના તેના જે તે મત છે થિી ચાલી શકે નહીં, એથી અંધાધૂંધી મચે જ નહિ.

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210