________________
અષ્ટાહ્નિકા ઉ પ્રવચનામ }} ૧૫૬ | |
હંમેશ કરતાં વધુ કમાવવાનું પાપ કર્યા વિના તેને સાધર્મિક ભક્તિ કરવી હતી, તેટલા માટે એક દિવસ પુણિયો શ્રાવક ઉપવાસ કરતો અને એક દિવસ તેની ધર્મપત્ની ઉપવાસ કરતી. આમ એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભક્તિનો અનેરો લાભ તે લેતો.
સાધુ-સાધ્વીની ભક્તિ માટે વધુ શક્તિ ન હોય તો મુહપત્તિ આપીને પણ ભક્તિ કરવી. સાધર્મિકને છેવટે સોપારી, પતાસાં આપીને પણ ભક્તિ કરવી.
સંઘપૂજા સારામાં સારી રીતે કરવી જોઈએ, વેઠ ઉતારવી ન જોઈએ. દૂધે પગ ધોઈ, લૂછીને, કપાળે ચાંલ્લો કરીને, તે ઉપર અક્ષત ચોડીને, હાથમાં શ્રીફળ ને રૂપિયો આપી ભક્તિ ક૨વી, જેની શક્તિ હોય તેણે ઊંચા દ્રવ્યથી ભક્તિ કરવી પણ જેમ તેમ પતાવી નહીં દેવાનું. ન શક્ય હોય તો સોપારી આપો, શ્રીફળ આપો, અરે ! પતાસું કે કોઈ નાની વસ્તુ પ્રેમપૂર્વક, ઉલ્લાસપૂર્વક આપો. આમ વર્ષમાં એક વાર ચતુર્વિધ સંઘની યથાશક્તિ સંઘપૂજા કરવી.
ઊંચામાં ઊંચા દ્રવ્યોથી સંઘની પૂજા કરવી, તમામ આરાધના ઊંચા દ્રવ્યથી કરવી. ઊંચા દ્રવ્યથી ભક્તિ કરવાની શક્તિ ન હોય તો છેવટે તેની અનુમોદના કરવી, પણ વેઠ ઉતારવી
નહિ.
સંઘપૂજાનો અર્વાચીન પ્રસંગ
એક આચાર્યદેવને કોઈ ધર્મશ્રદ્ધાળુ આત્માએ પોતાના બંગલે પધરામણી કરાવીને ઠાઠમાઠથી સંઘપૂજા કરી. ત્યાં વિશાળ મેદની સમક્ષ ગુરુદેવનું વ્યાખ્યાન થયું. વ્યાખ્યાન પૂર્ણ
HOCH G H
શ્રાવકનાં વાર્ષિક
અગિયાર
કર્તવ્યો
|| ૧૫૬ ||