________________
અષ્ટાલિકા પ્રવચનો
|| ૧૫૪ ||
KG G GOOD G
DO GOOD WH
શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યો
શ્રાવકનાં વાર્ષિક અગિયાર
હવે વર્ષ દરમ્યાન શ્રાવકે અવશ્યપણે કરવાના અગિયાર કર્તવ્યો વિચારીએ.
આ વાર્ષિક અગિયાર કર્તવ્યોનું એક બોર્ડ બનાવીને દરેકે ધરમાં રાખવું જોઈએ, જે – કર્તવ્યો નાના-મોટા ઘરના બધા વાંચે, હંમેશ વાંચે, જેથી આચરણમાં મૂકવાનો પુરુષાર્થ સહુ કરતા રહે. આ અગિયાર કર્તવ્યોનું આયોજન એટલું બધું વૈજ્ઞાનિક છે કે જો તે પ્રમાણે આજે બધા આચરણ કરતા થઈ જાય તો જૈનધર્મનો આજે જયજયકાર થઈ જાય. પછી સાધારણમાં તોટો નહીં રહે. શ્રુતજ્ઞાનની સરસ ઉપાસના થાય. જ્ઞાનોપાસના ખીલે અને સંસ્કાર-સૌરભથી જૈન સંસ્કૃતિ મઘમઘી રહે.
HIGH GHCHHT
વાર્ષિક અગિયાર કર્તવ્યોનાં નામો-(૧) સંઘપૂજા (૨) સાધર્મિક ભક્તિ (૩) યાત્રાત્રિક (૪) જિનમંદિરે સ્નાત્રમહોત્સવ (૫) દેવદ્રવ્યવૃદ્ધિ (૬) મહાપૂજા (મંદિર શણગાર) (૭) રાત્રિજગો (૮) શ્રુતપૂજા (૯) ઉજમણું (૧૦) તીર્થ પ્રભાવના (૧૧) પાપશુદ્ધિ. (૧) સંઘપૂજા
ચતુર્વિધ શ્રીસંઘની નાનીમોટી પૂજા કરવી જોઈએ. શ્રીસંઘનો સભ્ય કોણ હોઈ શકે ?
CO H I
|| ૧૫૪ ||