________________
અષ્ટાતિકા પ્રવચનો
|| ૧૪૨ ||
KG G H GK G H 2
આમ છતાં જ્ઞાનીઓ કહે છે કે જો કોઈ આત્માને ધર્મમાં થઈ જતી હિંસાથી ત્રાસ થતો હોય તો તેણે અધર્મ કરતાં થતી તમામ હિંસાઓ છોડી દેવી. પછી એ આત્મા ધર્મ-હિંસારૂપ દેખાતી જિનપૂજા છોડી દે તો વાંધો નહિ. પણ જે જીવ સંસારમાં બધી હિંસા કરે અને જિનપૂજાની હિંસાનો વાંધો લે તે તો બરોબર ન કહેવાય. તમામ પ્રકારની હિંસા છોડીને તે કાં સાધુ થઈ જાય નહિ તો સદા માટેનો પૌષધવ્રતધારી શ્રાવક બની જાય. મૂર્તિ : શુભ આલંબન
મૂળ વાત ઉપર આવીએ. પરમાત્માની મૂર્તિ એ શુભ પ્રકારનું આલંબન છે. જો સ્ત્રીનો ફોટો જોતાં ‘વિકાર’ જાગ્રત થઈ શકે તો પ્રભુની મૂર્તિ જોઈને સુસંસ્કાર અવશ્ય જાગ્રત થઈ શકે.
બેશક, ગાયના રમકડામાં રહેલાં આંચળોમાંથી દૂધ નીકળતું નથી પરન્તુ તે રમકડું ‘ગાય’ કહેવાય છે અને નાના બાળકને ખરી ગાયની ઓળખ કરાવવામાં અત્યન્ત મદદગાર છે. વળી જો રમકડાંની ગાય દૂધ દેતી નથી માટે તે ‘ખોટી' છે એમ કહેવાય તો ગાય...ગાય...એવું નામ જપીએ તો ય નામમાંથી દૂધ નીકળતું નથી તો ભગવાન...ભગવાન... ભગવાન... એવો જડ જપ શા માટે કરાય છે એનાથી શી રીતે અશુભ કર્મનો ક્ષય થાય ? | સો વાતની એક વાત કે પ્રભુની મૂર્તિ સાચા પ્રભુની ઓળખ કરાવીને આપણને તેવા મ
પાંચમું
કર્તવ્ય
ચૈત્ય
પરિપાટી
|| ૧૪૨ ||