________________
GOO
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય આ રીતે એકદમ Charged field બની ગયું છે. આથી જ ત્યાં આત્મા અલ્પ પુરુષાર્થે જબ્બર વિકાસ પામે છે.
શૃંગેરી મઠ, દંડકારણ્ય વગેરે દૃષ્ટાન્તો આ વાતની સાક્ષીરૂપ છે.
બ્રિટનમાં કોઈ નાસ્તિક અંગ્રેજે પાદરી પાસેથી Oh, God ! Save me એવો મન્ત્ર લીધો ॥ ૧૪૮ ॥ - અને ઘરના પવિત્ર કરેલા એક જ રૂમમાં, એક આસન ઉ૫૨, એક જ સમયે તેણે ધારાબદ્ધ રીતે બોલવારૂપે આ મન્ત્રજપ લગાતાર બાર વર્ષ સુધી કર્યો. એનું ચિત્તતન્ત્ર અકલ્પ્ય કક્ષાએ પવિત્ર બની ગયું. પણ તેણે ભયાનક ગુંડાને તે જગાએ બેસાડ્યો તો તે ચીસ પાડીને બોલી ઊઠ્યો, ‘Oh, God ! Save me.' પછી એ ગુંડો પુષ્કળ રડ્યો. તમામ ગુનાઓ તેણે જણાવી દઈને પવિત્ર જીવન જીવવાનું શરૂ કરી દીધું !
આવી તાકાત છે, પવિત્ર બનેલા સ્થળોની.
દરેક ધર્મી માણસે પોતાના ઘરમાં નાનકડી પણ એવી જગા જુદી રાખવી જોઈએ, જ્યાં ઘરદેરાસર બને, જ્યાં ધર્મારાધનાઓ સહકુટુંબીજનો કરે. જ્યાં છાપું પણ વંચાય નહિ કે સાંસારિક વાતો કરાય નહિ. જે ઘરમાં દેરાસર હોય અને એકાદ પણ દીક્ષા થઈ હોય તે ઘર. જો આપણે અશુભ સ્થાનો (અશુભ આલંબનો), ક્રિયાઓ, સામગ્રીઓ સામે ટક્કર લેવી હોય તો શુભ સ્થાનો, શુભ આલંબનો, શુભ ક્રિયાઓ અને શુભ સામગ્રીઓની ફોજ ખડી કરવી પડશે. એમ થતાં મનના અશુભ ભાવો દૂર થશે અને શુભ ભાવોની અવિરતધારા ચાલવા લાગશે.
અષ્ટાલિકા પ્રવચનો
9.34
HIGH SCH
પાંચમું કર્તવ્ય
ચૈત્ય
પરિપાટી
|| ૧૪૮ ||