________________
અષ્ટાદ્વિકા
પ્રવચનો / ૧૪૦ ||
કર્તવ્ય
ભલા, વિરહકાળમાં તો એ વ્યક્તિનું આલંબન (ફોટારૂપે કે મૂર્તિરૂપે) જ આપણી માનસિક પ્રસન્નતા માટેનું એકમેવ સાધન છે. | સર્વ ધર્મોમાં મૂર્તિપૂજા છે. મુસ્લિમો કાબાના પથ્થરની દિશા તરફ મોં કરીને નમાજ માં પાંચમું (પ્રભુભક્તિ) કરે છે, તેમાં કાબાનો તે પથ્થર એ એક પ્રકારનું ભક્તિનું આલંબન થઈ જ ગયું , ને ?
ચૈત્ય- ઈસુના અનુયાયીઓ જે ક્રોસ સામે માથું ઝુકાવે છે તે ક્રોસ એક પ્રકારની મૂર્તિ જ છે પરિપાટી
ને ? | જૈનધર્મના ફાંટારૂપ સ્થાનકવાસી ભાઈઓએ અને તરણતારણમતના દિગંબર ભાઈઓએ મૂર્તિપૂજાનો ભલે નિષેધ કર્યો હોય પણ તેઓ ય અજરામરજીની લાકડાની પાટ (લીંબડીમાં છે.) જડ છતાં પૂજનીય માને છે. ગુરુદેવોના ફોટાઓને પગે લાગે છે. હનુમાન, અંબાજી, વગેરેની મૂર્તિઓના દર્શન-પૂજન કરે છે. અરે, જે શાસ્ત્રો છે તેમાં જે અક્ષરોના આકાર છે તે બધા ય એક પ્રકારની મૂર્તિ જ કહેવાય ને ?
જો અંબાજી વગેરેની મૂર્તિ જડ છતાં વંદનીય છે તો આદિનાથ વગેરે પરમાત્માની મુર્તિ | જડ છતાં કેમ માન્ય નથી ? આ વળી તેઓ પ્રભુપૂજામાં પુષ્પપૂજા વગેરેમાં હિંસા થતી હોવાથી તેને ધર્મ માનતા નથી અને અષ્ટપ્રકારી પ્રભુપૂજા કરતા નથી.
// ૧૪૦ ||