________________
મૂર્તિપૂજામાં હિંસા
અહીં મારો સવાલ એ છે કે તો પછી સ્થાનક (ઉપાશ્રય) બનાવવામાં ખૂબ હિંસા થાય ૧૪૧ ||
છે, સાધર્મિક ભાઈને જમાડવામાં, મહારાજ-સાહેબોને વાહન દ્વારા વંદના કરવા માટે જવામાં શું હિંસા નથી ? કાચા પાણીમાં રાખ વગેરે નાંખવામાં, કાચી પાણીમાં પગ મૂકીને નદી ઊતરવામાં સાધુ-સાધ્વીઓ હિંસા કરતા નથી ? જો એ બધું થઈ શકે તો જિનપૂજા કેમ ન
થઈ શકે ? ખરી વાત એ છે કે જૈન વણિકુ-ધર્મ છે. તે સરવાળા-બાદબાકી ગણનારો ધર્મ છે. લિજો બાદબાકી હોય પણ સરવાળો ઘણો વધતો હોય તો બાદબાકી જોવાય નહિ.
એક હજાર રૂ. ખીસામાંથી કાઢીને વેપાર કરતો વાણિયો જો દસ હજાર રૂ. કમાતો હોય બિતા તે અચૂક એક હજાર રૂ. ખીસામાંથી કાઢશે.
જિનપૂજામાં હિંસાનું પાપ ખૂબ મામૂલી છે અને પૂજા-ભક્તિ કરતાં જાગતાં શુભભાવો ખૂબ વધારે હોય છે. આથી આવી હિંસાને સ્વરૂપ (દેખીતી) હિંસા કહેવાય છે. અને અનુબંધ Aિ (પરિણામમાં) અહિંસા કહેવાય છે.
જૈન ધર્મ અનુબંધમાં હિંસા-અહિંસાને નજરમાં લાવે છે. હિલ દાણા નીરતો પારધિ દેખીતો અહિંસક છતાં પરિણામમાં કબૂતરોનો હિંસક છે. અને
તાળીઓ પાડીને દાણા ખાતાં તમામ કબૂતરોને ઉડાડી મૂકતો છોકરો હિંસક દેખાવા છતાં પિરિણામમાં અહિંસક છે.
|| ૧૪૧ ||