________________
|| ૧૨૯ ||
39.94
આ પ્રસંગ આજથી ૮૦ ચોવીસી પહેલાં બની ગયો છે. એક વાર પ્રભુની દેશના સાંભળવાને તે જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં એક ઝાડ ઉપર ચકલા-ચકલીના નર-માદાના યુગલને મૈથુન કરતું તેમણે જોયું. આ ક્રિયા જોતાં મનમાં ભયંકર હલબલ મચી ગઈ. જો આ સાધ્વીજીએ ઈર્યાસમિતિનું બરોબર પાલન કર્યું હોત, અને નીચું જોઈને જ ચાલ્યા હોત તો આ ન બનત, પણ તેમાં તે જરાક ચૂક્યા. અને ભયંકર ઘટના બની ગઈ. જે ત્યાગી સાધુ-ક્રિયામાં જ સતત ગૂંથાઈ રહે છે, તેનું પતન કોઈ પણ બાબતથી સામાન્યતઃ થઈ શકતું નથી. લક્ષ્મણા સાધ્વીએ જરાક ઊંચે જોયું ને ઊથલી પડ્યા. જ પળે લક્ષ્મણા સાધ્વીજીને થયું કે, ભગવાને આની રજા કેમ ન આપી ? હં, હવે સમજાયું ! તીર્થંકરો રજા શું આપે ? વેદના ઉદયનું દુઃખ જ તેમને હોય નહીં ત્યાં ? તેમને જો તે દુ:ખની અનુભૂતિ હોત તો જરૂર રજા આપત. દુ:ખ અનુભવ્યું હોય, વેદના ઉદયથી વેદના સહન કરી હોય તો તે અંગે કાંઈક ખબર પડે અને તો રજા પણ આપે.
વેદોદયના ત્રાસનો અનુભવ કર્યો હોત તો પરમાત્મા તેની રજા આપત.' આ વિચાર માત્ર ભયંકર છે. પણ આવો ભયંકર વિચાર આવ્યો એથી લક્ષ્મણાને જોરદાર આંચકો લાગ્યો અને વિચાર પલટાઈ પણ ગયો. તેણીએ વિચાર્યું કે, અ૨૨ ! મેં આ શો વિચાર કર્યો કે ભગવાનને અનુભવ હોત તો અમને જરૂર રજા આપત....અરે ! ભગવાન તો સર્વજ્ઞ છે, તેમને ત્રણ કાળનું ભાન છે. વેદોદયની વેદના ન અનુભવી હોય તોય શું ? વિના અનુભવ ઊજ્ઞાનથી બધું જાણે છે. વેદોદયના દુઃખ સાથે તેમણે એ પણ જોયું છે કે,
આ વેદોદયને
TH HO CHHO TH
|| ૧૨૯ ||