________________
મહારાજને થયું કે આ ઠીક ન થયું. ગમે તે નિમિત્તે તેને મારા ઉપર રોષ થયો હોય
પણ તેમને માટે બોલાવવા જોઈએ. પણ પેલા ભાઇ પૂરેપૂરા રીસે ભરાયા હતા. મહારાજને | ૧૧૯ || શિઆવતાં જુએ કે પોતે રસ્તો બદલી નાખે. આમ કરતાં સંવત્સરી પર્વ આવ્યું. મહારાજને |
મનમાં હતું કે જરૂર પર્યુષણમાં ઉપાશ્રયે આવશે. સંઘના આગેવાનું નક્કી કરેલું કે ઘરે | પ્રતિક્રમણ કરી લઈશ, પણ ઉપાશ્રયે તો નથી જ જવું. મહારાજ શેઠની રાહ જઈને બેસી રહ્યા. માણસોને બોલાવવા મોકલ્યા પણ તો ય ન આવ્યા. આ બાજુ આખો સંઘ સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેઠો. સામાયિક લેવાઈ ગયું, પણ તો ય પેલા ભાઈ ન દેખાયા. અંતે મહારાજે શ્રીસંઘને કહ્યું, ‘તમે થોભો, પેલા ભાઈ હજુ આવ્યા નથી. હવે હું જ તેમની પાસે જઈને ક્ષમા મંગી આવું.' સંઘને સામાયિકમાં નવકાર ગણતો બેસાડ્યો અને મહોપાધ્યાયજી એક શિષ્યને લઈને શેઠને ત્યાં ગયા. શેઠ ખાટ પર બેઠા હતા. સાધુને દૂરથી આવતા જોયા એટલે તેમણે વિચારી લીધું કે, “મારે આમને મળવું નથી.” તે ઊભા થયા એ ધડ દઈને કમ્પાઉન્ડનું બારણું બંધ કર્યું. હવે કરવું શું ? વંડી ઊંચી હતી, તે ઠેકીને જવાય તેવું ન હતું. દિન મિહારાજે વંડીની ફરતે ચક્કર માર્યું. ત્યાં એક જગ્યાએ થોડી દીવાલ પડી ગએલી જોઈ. ત્યાં છે ચિડીને તે અંદર ઊતર્યા. શેઠ પાસે જઈને બોલ્યા, “મિચ્છા મિ દુક્કડે.' આટલું બોલતાં જ | બિમહોપાધ્યાયજી ગદ્દગદ થઈ ગયા. તેમનો કંઠ રૂંધાઈ ગયો. શેઠનો પણ રોષ એકદમ ઓગળી Aિ હી ગયો. શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરુચરણે પડી ગયા. પછી તેમને સાથે લઈને મહારાજ છે
ઉપાશ્રયે આવ્યા. બધાની સાથે પ્રતિક્રમણ કર્યું અને સંઘની જય બોલાવી. આનું નામ સાચી લિ શિક્ષમાપના.
| ૧૧૯ ||