________________
ત્રીજું
રાતિ પ્રવચના | ૧૧૮ ||
જતો જોયો અને અને તેથી પોતાની ગુણીનો હાથ ધીમેથી ઊંચકીને બાજુ પર મૂક્યો. ગુણી ઝબકીને જાગી ગયા. તેમણે પૂછ્યું, “આવા ગાઢ અંધારામાં શી રીતે તને સાપની | એ ખબર પડી ?' મૃગાવતીજી : ‘ગુરુદેવ ! આપની કૃપાથી.’ વાતચીત કરતાં ચંદનબાળાજીને ખબર પડી |
, 4 ીિ કર્તવ્ય શકે તેમને કેવલજ્ઞાન થયું છે એટલે એકદમ સફાળા બેઠા થઈ ગયા. તે વિચારવા લાગ્યા :
ક્ષમાપના એ ‘આમને કેવલ્ય ક્યારે પ્રાપ્ત થયું હશે ? તે સમવરણમાં હતા ત્યારે કે રસ્તામાં આવતા હતા એ
ત્યારે ? કે અહીં આવ્યા ત્યારે ? આ મેં શું કર્યું ? કેવલી ભગવંતને મેં કેવા કઠોર વચનો | કહ્યાં ? અહો ! મેં કેવું ઘોર કર્મ બાંધ્યું ?” આવો તીવ્ર પશ્ચાત્તાપ કરતાં કરતાં જ ચંદનબાળાજીને પણ કેવલજ્ઞાન થયું. વીતરાગદશા પ્રાપ્ત થઈ. શિષ્યાએ કૈવલ્યરત્ન મેળવીને એ તરત ગુરુજીને આપ્યું. કેવી અદ્ભુત શિષ્યા ! (૪) મહોપાધ્યાય ધર્મસાગરજી આ હીરસૂરિજી મહારાજાના સમયમાં ધર્મસાગરજી નામના મહોપાધ્યાયજી થયા હતા. એક થવખત કોઈ બાબત અંગે તેમને તથા સંઘના અગ્રેસર વચ્ચે મતભેદ પડ્યો. અને પેલા અગ્રેસર છે અભાઈ મહારાજ ઉપર ક્રોધ કરીને ચાલ્યા ગયા. તેણે મન સાથે ગાંઠ બાંધી કે ગમે તેમ થાય, | આ ઉપાશ્રયે હવે ન આવવું.
|| ૧૧૮ ||