________________
અષ્ટાનિકા પ્રવચનો
|| ૧૧૬ ||
HO HA
ચંડકૌશિકે આંખોમાંથી અને ગોશાલકે મોંમાંથી આગ છોડી. પણ તે ભવ્ય જીવો હતા. તેથી તેઓ છેલ્લેય પામી ગયા. પણ આ સંગમ અભવ્ય જીવ હતો. તેને ભગવાન પમાડી શક્યા નહીં. ભૂમિ ઊખર હોય ત્યાં શ્રેષ્ઠ બિયારણ શું કરે ? ચંડકૌશિકને આઠમા દેવલોકનું અને ગોશાલકને બારમા દેવલોકનું પ્રભુએ દાન કર્યું. સંગમને તેવું કાંઈ દઈ ન શકાયું તો ય ન કર્તવ્ય પ્રભુએ અશ્રદાન કર્યું. (૨) ચંડપ્રદ્યોત અને ઉદયન
ત્રીજું
ક્ષમાપના
ઉદયન રાજાના કેદખાનામાં ચંડપ્રદ્યોત રાજા કેદ થયો હતો. બન્નેનું ભોજન એક જ બનતું. એક વખતની વાત છે. સંવત્સરીનો દિવસ હતો. ઉદયન રાજાને ઉપવાસ હતો, તેથી રસોઈઓ ચંડપ્રદ્યોતને પૂછવા ગયો કે, ‘રાજન ! આજે શું જમશો ?'
ચંડપ્રદ્યોત-કેમ ? આજે શા માટે મને પુછાય છે ? જે હંમેશ થતું હોય તે પ્રમાણે કરો. રસોઈઓ-આજે અમારા રાજાને ઉપવાસ છે, તેથી આપને પૂછવું પડ્યું.
ચંડપ્રદ્યોત-ઉપવાસ છે ? તો મારે પણ ઉપવાસ છે. ચંડપ્રદ્યોતને બીક લાગી કે કદાચ આજે મારે માટે જુદી રસોઈ થાય અને તેમાં કાંઈક ભેળસેળ થઈ જાય તો ? આ બાજુ રાજા ઉદયનને ખબર પડી કે ચંડપ્રદ્યોતે આજે ઉપવાસ કર્યો છે. તેણે તરત વિચાર્યું કે તો પછી તે મારો સાધર્મિક ભાઈ થયો. ઉદયન તરત જ ચંડપ્રદ્યોત પાસે ગયો. તેની સાથે સાંવત્સરિક ક્ષમાપના કરી અને તેને બંધનમુક્ત કર્યો.
|| ૧૧૬ |