________________
|| ૧૨૧ ||
ખરું ? તું પુત્રવિહોણી બનીને પુત્રવિયોગનું કેવું ભયંકર દુ:ખ ભોગવી રહી છે ? તો તેવું દુ:ખ બીજી સ્ત્રીને પુત્રવિહોણી બનાવીને તું આપવા માગે છે ?' શ્રાવિકાએ રસ્તો બતાડવાની અવિનંતી કરવાપૂર્વક જણાવ્યું કે ‘તે બાળકને જોઉં છું અને ઝટ તેનું ખૂન કરવાનું મને મન થઈ જાય છે. મારે શું કરવું ?'
સાધ્વીજી-એમ કર. તેને તું જુએ, એટલે તેને બોલાવ, મગફળી ખાવા આપ. કોઈ દિવસ લાડવા કરીને ખાવા આપ. કોક દી નવાં કપડાં બનાવીને આપ.'
›✪✪✪✪✪✪✪✪✪✪
સાધ્વીજી મહારાજની ઉપદેશરૂપ પ્રેરણા તે શ્રાવિકાએ માન્ય રાખી. તે કોઈ દિવસ ઝબલું આપે, તો કોઈ દિવસ જમાડે, કોઈ દિવસ પોતાની આંગળીએ પકડીને બહાર લઈ
જાય.
વાત્સલ્યની આ બાહ્ય ક્રિયાથી ધીમે ધીમે તેનો ધિક્કારભાવ દૂર થતો ગયો. વાત્સલ્યભાવ તેનું સ્થાન લેતો ગયો. વર્ષો જતાં તે બાળક મોટો બની ગયો. સગી મા કરતાં આ મા વધુ સારું ખવડાવે, પહેરાવે. આ રીતે બાળકના સોળમાં વર્ષે શ્રાવિકાના હૃદયમાંથી કષાય પૂર્ણપણે નાશ પામ્યો. માનવહત્યાના જીવલેણ પાપમાંથી શ્રાવિકા ઊગરી ગઈ !
ધન્ય છે તે જિનશાસનના શણગારસમા સાધ્વીજીને, જેણે એક બાઈને દુર્ગતિના કુવે પડતી બચાવી લીધી ! કેવું જયવંતુ છે જિનશાસન ! આપણને તે ન મળ્યું હોત તો આપણે વૈરવિરોધનું વિસર્જન કર્યા વિના મરીને કેવા દુર્ગતિના રવાડે ચડી જાત !
HCHH GO O O O O O
|| ૧૨૧ ||