________________
| ૨૧ ||
પાપની આલોચના માટે દેવસી પ્રતિક્રમણ અને રાત્રે લાગેલા પાપની આલોચના માટે રાઈ પ્રતિક્રમણ. પંદર દિવસના પાપની આલોચના માટે પકુખી. ચાર માસની આલોચના માટે ચોમાસી અને બાર માસની આલોચના માટે સંવત્સરી–આ ત્રણ પ્રતિક્રમણો ફક્ત ભરત અને ઐરાવતક્ષેત્રમાં છે. મહાવિદેહમાં નથી. માટે ત્યાં પણ ચોમાસી પ્રતિક્રમણ નથી તો તેની ત્રણ ગ્ર અઠ્ઠાઈ પણ નથી. સંવત્સરી પ્રતિક્રમણ નથી માટે તેની એક અઠ્ઠાઈ પણ નથી. મહાવિદેહમાં દેવસી પ્રતિક્રમણથી દિવસના પાપની અને રાઈપ્રતિક્રમણથી રાતના પાપની વિશુદ્ધિ થાય છે, એ કેમ કે ત્યાં જીવો સરળ અને ઋજુ છે. અહીંના વર્તમાન જીવો જડ અને વક્ર છે, તેથી વિશેષ આલોચના કરવી જ પડે. અહીં બીજા તીર્થંકરથી તેવીસમાં તીર્થકર સુધીના બાવીશ તીર્થકર મિ ભગવંતના કાળમાં તો જીવોમાં ઋજુતા અને સરળતા હોય છે તેથી તે સમયે અહીં પણ એ મહાવિદેહની જેમ બે જ અઢાઈ હોય.
આપણું જીવન ધર્મમય બને તે માટે આ અઢાઈઓનું આરાધન ખૂબ જરૂરી છે. શ્રધર્મ કરનારા જીવોના ત્રણ પ્રકાર
ધર્મ કરનારા જીવો જુદા જુદા પ્રકારનાં હોય છે. તે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. (૧) સરૈયા (૨) ભદૈયા (૩) કદૈયા.
(૧) સદૈયા : જે ધર્મક્રિયા કરનારા સદા ધર્મક્રિયા કરે છે. નિત્ય દેવસી-રાઈ પ્રતિક્રમણ કરે, ઉકાળેલું પાણી પીએ, જિનપૂજા કરે, યથાશક્તિ તપ કરે. આ છે ઉત્તમ આત્મા. સદા ધર્મ, તપ, જપ, ત્યાગ કરતો રહે. તેવા ક્રિયા કરનાર ‘સદૈયા' કહેવાય.