________________
અષ્ટાદ્વિકા પ્રવચનો
| ૯૨ |L
સાંતનુને રાત્રે ઊંઘ ન આવી. તેને મનમાં વિચાર આવતો હતો કે કાલે પકડાઈ જઈશ. તો શું થશે ? આજ સુધી અનીતિ-અન્યાયના પાપ કર્યો નથી. તેણે પત્નીને પૂછ્યું કે, “આ શહારનું હવે શું કરવું ?” કુંજીદેવીએ જિનદાસ શેઠને ત્યાં જ હાર ગીરવે મૂકવાની સલાહ બીજું આપતાં કહ્યું કે એથી બહાર આબરૂ નહિ જાય. વળી એ શેઠના નીતિના ધનથી ધંધો કરતાં શ કર્તવ્ય કમાણી પણ સારી થશે.
સાધર્મિક સાંતનું તે હાર લઈને ભારે હૈયે જિનદાસ પાસે ગયો. જિનદાસ તેને જોઈને બધું સમજી
વાત્સલ્ય ગયા. સાંતનુએ લથડતે હાથે ધીમેથી હાર કાઢીને શેઠને આપ્યો. તેની માંગણી મુજબ જિનદાસે પાંચ હજાર રૂપિયા હાર ઉપર આપી દીધા. સાંતનુ પાંચ હજાર રૂપિયા લઈને ઘેર | આવ્યા. કુંજીએ કહ્યું કે, “જે શાસનમાં જન્મ લીધો તેમાં ઝટઝટ મરી જવાની તૈયારી ન જોઈએ. આ જીવન બરબાદ કરવા માટે નથી મળ્યું પણ આબાદ કરવા મળ્યું છે. તમે જરાય | ચિંતા કર્યા વિના આ નીતિના ધનથી ધંધો કરો. પછી જુઓ કે નીતિનું ધન શું કામ કરે ?
સાંતનું નીતિના ધનથી ધંધો ચાલુ કરે છે. પણ આ જે ચોરી કરી છે તેનો પશ્ચાત્તાપ પણ ખૂબ થાય છે. સાંતનુનો વેપાર વધ્યો. તે પૈસા કમાયો. સારી કમાણી બાદ હાર ઉપર રિલીધેલી રકમ ઉપરાંત વ્યાજની વધુ રકમ લઈને જિનદાસ પાસે ગયો અને બોલ્યો, “શેઠ ! આ
આપની રકમ લઈ લો.’
૯૨ ||