________________
|| ૧૦૫ ||
LIKE
મજૂરોના મુકાદમે મને વાત કરી કે, ‘તમારા જૈનોના ચાલીસ ઘરની માતાઓ કે દીકરીઓ (માતાની જ પ્રેરણાથી) અમારા મજૂરોના ઝૂંપડે દેહ વેચીને ૨-૫ રૂ. કમાઈ લેવા માટે હંમેશ આવે છે. મહારાજ સાહેબ તમારી મા બેટીઓને આ કારમી લાચારીથી છોડાવો.’
મારા કમનસીબે નગરના ધનાઢ્ય લોકોએ ઔદાર્ય નહિ દાખવતા હું કાંઈ કરી શક્યો
નહિ.
ઓ ધનાઢ્ય જૈનો ! જરા આટલું નજરઅંદાજ કરો કે (૧) લાખો ખોજાઓને નામદાર આગાખાન સંભાળે છે, લાખો મુસ્લિમોના વિશાળ (ચાર પત્ની, દસ બાળકો) ભારતના પરિવારોને વિદોશોથી નિયમિત રીતે દર મહિને ચેક મોકલાતા રહે છે. એક જ પારસી શ્રીમંતે નવસારીમાં સેંકડો ફલેટોવાળા ઢગલાબંધ એપાર્ટમેન્ટ બનાવી દઈને ભારતભરના જરૂરતમંદ પારસી કુટુંબોને ‘સાવ મફતમાં’ વસવાટ કરવા આવવાનું આમંત્રણ આપ્યું છે.
શાહજહાંની બેગમને થયેલું-અસહ્ય પીડાકારી-ગૂમડું કોઈ પણ વૈદ્ય મટાડી ન શક્યો. કોઈ અંગ્રેજ ડૉક્ટરે તે મટાડતાં તેને જે જોઈએ તે માંગી લેવા બાદશાહે જણાવ્યું.
અંગ્રેજે કહ્યું, ‘મારા ભાઈઓને આપની હકૂમતના ભારતમાં વેપાર કરવાની રજા આપો, અને પૂરતી સગવડ આપો.' અને અંગ્રેજોના ધાડેધાડાં આ દેશમાં ઊતરી પડ્યા. વેપારના બહાને પેસી ગએલા અંગ્રેજોએ આખા દેશનો કબજો લઈ લીધો !
એ તો ઠીક, પણ પેલા અંગ્રેજ ડૉક્ટરનો જાત-ભાઈઓ માટે કેટલો પ્રેમ હતો એ જૈનોએ વિચા૨વાનું છે.
GOO
|| ૧૦૫ ||