________________
|| ૧૧૧ ||
3424
ત્રીજું કર્તવ્ય : ક્ષમાપના
ક્ષમાપના પર્યુષણ પર્વનો પ્રાણ છે. અષાઢ સુદ ૧૪ થી ક્ષમાપનાનો પરિણામ તૈયાર ક૨તી ધર્મદેશનાઓ શરૂ થાય છે. પર્યુષણ આવતાં આવતાં તો કષાયો ઘણા મંદ થયા હોય તે પછી ક્ષમાસાગર પરમાત્મા મહાવીરદેવનું ચરિત્ર ચાર દિવસ ચાલે, આથી આત્મા વધુ કૂણો, વધુ સરળ અને ઋજુ થઈ જાય છે. આમ જીવદ્રવ્ય ક્ષમાપના માટે તૈયાર થતાં સંવત્સરી પર્વના દિવસે આત્મા સાચી ક્ષમાપના કરી શકે છે. એક વર્ષમાં કરેલ ભૂલ, અપરાધ, વૈર વિગેરેની ક્ષમાપના સંવત્સરીના દિને કરી લેવી જોઈએ. વર્ષમાં થયેલ વૈર ત્યારે ન તોડીએ તો જ આપણો તે કષાય અનંતાનુબંધીના પ્રકારનો કહેવાય. જેની પરંપરા અનંત સંસાર ચલાવે તે કષાયને અનંતાનુબંધી કહેવાય. મનમાં વૈર રાખીને સંવત્સરી પ્રતિક્રમણ થઈ શકે નહીં. જેઓ વાર્ષિક વૈરનું વિસર્જન નથી કરતા તે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા કહેવાય છે. આવા આત્માઓ પહેલા ગુણસ્થાને જ હોય.
કોઈ કહે કે, હું બધા સાથે ક્ષમાપના કરીશ પણ અમુક માણસ સાથે તો નહિ જ કરું.' જેનો આટલો પણ ક્રોધ હોય તેનું સ્થાન જૈનસંઘમાંથી આપોઆપ રદ થઈ જાય છે. એક આત્મા જૈનસંઘની બહાર મુકાય તે જ તેની મોટામાં મોટી સજા છે. અવૈરની આરાધના બીજા કોઈ પણ ધર્મમાં જૈન ધર્મ જેટલી સુંદર રીતે થતી નથી. સર્વ પ્રકારના વૈરના વિસર્જનનું ॥ ૧૧૧ ॥ આવું પર્વ કોઈ ધર્મમાં નથી.