________________
ણિ બીજું
અષ્ટાદ્ધિા પ્રવચનો
જગડુશાહ : ‘તેના ભાગ્યને.” તરત જ રાજા વિશળદેવે પ્રગટ થઈને જગડુશાહને ભેટી પડ્યા.
મુંબઈના મોટા સોદાગર ગણાતા શેઠ માણેકલાલ ચુનીલાલના ઘરમંદિરના માણેકના પ્રતિમાજીની કોઈ શ્રાવકે ચોરી કરી. શેઠ તે વખતે દેરાસરમાં જ હતા. વહેલા બહાર નીકળી શ કર્તવ્ય ગયા. જ્યારે પેલો શ્રાવક બહાર નીકળ્યો ત્યારે તેને જમવા બોલાવીને શીરો-પૂરી જમાડ્યા. ! સાધર્મિક જમાડતાં જ શેઠે ઝોળીમાં નાનકડા પ્રતિમાજી નાંખી દેવાનું કારણ પૂછ્યું. ગભરાઈ ગયેલા વાત્સલ્ય શ્રાવકે સટ્ટામાં થયેલી એંસી હજારની નુકસાની ભરવા માટે આ એક લાખ રૂ.ની કિંમતના | પ્રતિમાજી ચોર્યાનું જણાવ્યું. શેઠે તે જ ક્ષણે રોકડા એક લાખ રૂ. સાધર્મિક બંધુને પહેરામણીના રૂપમાં ભેટ કર્યા. અને પ્રતિમાજી પાછા લીધા. પેલો શ્રાવક તો ત્યાં જ ધ્રુસકે | ધ્રુસકે રડવા લાગ્યો. શેઠે કહ્યું, “ભાઈ ! રડ નહિ. તે તો મને સાધર્મિક-ભક્તિનો લાભ આપ્યો કે છે. તું મારો ઉપકારી છે !'
આવી હોવી જોઈએ, જીવનમાં સાધર્મિક ભક્તિ. (૧૧) સાધર્મિક ભક્તિથી મળ્યા ઉદયન, હેમચન્દ્રસૂરિજી અને કુમારપાળ
કાળઝાળ ગરીબીથી ત્રાસી ઊઠેલા ઉદા વાણિયાએ અંતે ઘર છોડ્યું. હા...એ બધું છોડતી | વખતે એના હૈયે આંસુ હતાં.
નસીબની અજમાયશ કરવા માટે તેના સમગ્ર કુટુંબની સાથે તે નીકળી પડ્યો.