________________
બેઠો. ખૂબ જ સારી ભક્તિ જાતે કર્યા બાદ જ્યારે ભોજનવિધિ સમાપ્ત થઈ ત્યાર પછી આ
સમસ્ત્રીશ્વરે ઉત્તમ કક્ષાનો એક ધોતીજોટો મંગાવીને ચાચિંગની સામે મૂક્યો. ત્યાર બાદ ત્રણ જ // ૧૦૧ ||
લાખ સોનામહોરની કોથળીઓ મંગાવીને તેની સામે મૂકી છેલ્લે પોતાના બે જુવાનજોધ | દીકરાઓને બોલાવ્યા. | મત્રીશ્વરે ચાચિંગને કહ્યું, “વહાલા ભાઈ ! અમારા સમગ્ર જૈન સંઘના અત્યંત આદરણીય અને અત્યંત પ્રિય ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજી મહારાજને દેવી પાસેથી આપના |
લાડલા દીકરા ચાંગાના અતિ ભવ્ય ભાવિ માટેની આગાહી પ્રાપ્ત થઈ છે. આપનો ચાંગો એ છે | અમારા જિનશાસનના ગગનનો ચાંદો બનનાર છે. ભાઈ ! હું જાણું છું કે આપને તે ખૂબ જ છે
વહાલો છે પણ હું અમારા સમસ્ત જૈનસંઘવતી વિનંતી કરું છું કે અમારા પૂજનીય | બગુરુદેવશ્રીની ઇચ્છા આપ પૂર્ણ કરો. આપને હું અતિથિ-સત્કારની પહેરામણીરૂપે એક | વિધાતીજોટો અને ત્રણ લાખ સોનામહોર આપું છું, પણ તદુપરાંત મારા બે જુવાનજોધ, અત્યંત છે
તેજસ્વી, વેપારધંધાના અવ્વલ ખેલાડી દીકરાઓ પણ અર્પણ કરું છું. હવે મને આપ ભારે | હર્ષપૂર્વક આપનો લાડલો સમર્પિત કરો. હું જ્યારે મારા ગુરુદેવને તમારો લાડલો સોંપીશ , ત્યારે એમના મુખ ઉપર કેટલો આનંદ હશે તેનું વર્ણન કરવાને હું સમર્થ નથી.”
“મન્ઝીશ્વર ! મન્ઝીશ્વર !” ચાચિંગે કહ્યું : | “આ સોંપ્યો મારો લાડલો. આપને હવે આગળ કાંઈ જ કહેવાની જરૂર નથી. મારો બિલાડલો જો જિનશાસનનો ચમકતો સિતારો બનવાનો હોય તો એવું સદ્ભાગ્ય મારા જેવા છે
| ૧૦૧ ||.