________________
અષ્ટાક્ષિકા
પ્રવચનો
| ૬૬ ||
ව දව දවා දේය දෙස සි
સહુને કહ્યું કે, ‘સવાલો પૂછતાં પહેલા ખૂબ વિચાર કરો. જલદી જલદી દરેક વાતે વાંધો ઉઠાવવાની આદત સારી નથી.'
HT
કર્તવ્ય
અમારી
દેવબોધિ નામનો કટ્ટરધર્મી બ્રાહ્મણ પંડિત હતો. તે સૂરિજીનો કટ્ટર વિરોધી હતો. તે પહેલું સાવ નિર્ધન થઈ જતાં તેને ધનની જરૂર પડી. તેણે કલિકાલસર્વજ્ઞ ભગવંતને મળવાનું નક્કી કર્યું. કલિકાલસર્વજ્ઞની સામે તે ક્યારેક જેમ તેમ બોલી ગયો હતો છતાં તેની અસાધારણ વિદ્વત્તાથી આકર્ષાઈને આચાર્યશ્રીએ તેને આવકારવાનું નક્કી કર્યું. જ્યારે દેવબોધિ આવ્યો ત્યારે આચાર્યશ્રીએ તેને ખૂબ યોગ્ય રીતે આવકાર્યો એટલે તે પણ પ્રસન્ન થઈને બોલી ઊઠ્યો. ‘કેવો છે, આ હેમચંદ્ર નામનો ગોપાલ ! જેણે ગોવાળની જેમ દંડ ધારણ કર્યો છે, કામળ ખભે નાખી છે. જુદા જુદા દાર્શનિકો સ્વરૂપ પશુઓને જૈન સ્યાદ્વાદના વાડામાં પૂરી દીધાં છે.'
પ્રવર્ત્તન
સૂરિજીએ શ્રીપાળ કવિ દ્વારા તેને રાજા સુધી પહોંચાડ્યો અને પેલું એક લાખ દ્રવ્ય (ઇનામ) અપાવ્યું. દેવબોધિને આથી ખૂબ સારી અસર થઈ. તેણે દારૂ વગેરે બધું ત્યાગી દીધું. પોતાના કલ્યાણ માટે તે ગંગા કિનારે રહેવા ચાલ્યો ગયો.
દુશ્મનને પણ મિત્ર બનાવીને સજ્જન બનાવી દેવાની સૂરિજીની આ કેવી કલા ! (૨) એક વાર બ્રાહ્મણોએ રાજા સિદ્ધરાજને કહ્યું કે, ‘તમે જેને ખૂબ માન આપો છો તે હેમચન્દ્રસૂરિજી સૂર્યને ભગવાન માનતા નથી.’
સિદ્ધરાજે સૂરિજીને આ અંગે સવાલ પૂછતાં સૂરિજીએ કહ્યું કે, ‘અમે જૈનો સૂર્યને જેવા
GHOGHOG
|| ૬૬ ||