________________
|| ૮૫ ||
DKGKG
પણ પૂરા પાંચ દિવસ બધાને જમાડ્યા. પાંચે દિવસ ગુજરાતભરનાં જનતાનાં રસોડાં બંધ. આ માટે પાંચ મુખ્ય સ્થળોએ રસોડામાં તૈયાર કરેલ. જમણવાર પૂરો થયા બાદ ઝાંઝણ શેઠે સારંગદેવ રાજાને પોતાને રસોડે આમંત્ર્યા. સારંગદેવ તો ત્યાં પડેલ મીઠાઈના ઢગેઢગ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેમને થયું કે ખરેખર અદ્ભુત અને અકલ્પનીય ભક્તિ આ ઝાંઝણ શેઠે બજાવી છે. મોટા દૈત ઓરડાઓ ભરાય તેટલી મીઠાઈ વધી પડી હતી. (૫) મોતીશા શેઠ
શત્રુંજ્ય તીર્થ ઉપર આવેલી મોતીશા-ટૂંકના નિર્માતા હતા, મોતીશા શેઠ. તેમના સુપુત્રોએ પ્રતિષ્ઠા પ્રસંગે સાધર્મિકભક્તિ કરવા ઉપરાંત આજુબાજુના ગામડાના લોકોને જમવા આમંત્ર્યા હતા. ગાડેગાડાં ભરાય તેટલા લાડવા બનાવ્યા હતા. પ્રતિષ્ઠાનું જમણ પૂરું થયા બાદ કૂતરાઓને પણ ખૂબ લાડવા ખવડાવ્યા, અને તો ય ઢગલેઢગલા મીઠાઈ વધી હતી. જ આવી હતી અનુપમ, ઉચ્ચ-સાધર્મિક ભક્તિ.
સંઘ કાઢવા માટે સાધર્મિક ભક્તિ કરવા માટે પૈસાની છૂટ મૂકવી જોઈએ. પહેલેથી તેનું કરકસરિયું આયોજન ન થાય. સંઘ સાટે એક લાખ ખરચવાના હોય તો સંધના રસ્તામાં આવતાં દેરાસર, ઉપાશ્રય, સાત ક્ષેત્રો, જૈનોની ભક્તિ, જૈનતરો પ્રત્યે ઔચિત્ય તથા ગરીબ દુ:ખી, અપંગ પ્રત્યે અનુકંપા દર્શાવવા માટે બીજા એક લાખ રાખવા જોઈએ. છેવટે ઊઆયોજનના કુલ ખર્ચની વીસ ટકા રકમ તો આવાં કાર્યો માટે ફાળવવી જ જોઈએ. ઉચિત પ્રવૃત્તિ વિના ધાર્મિક આયોજનો દીપતાં નથી.
|| ૮૫ ||