________________
માનીએ છીએ એવા તો તમે કોઈ માનતા નથી. અમારે તો સૂર્ય ભગવાન આથમી જાય કે તેનો શોક ફેલાય. અમે ખાવા-પીવાનું બધું છોડી દઈએ. જ્યારે તેમનો પાછો આકાશમાં ઉદય થાય ત્યાર પછી જ અમે જૈનો અન્ન-પાણી મોંમાં નાખીએ.”
ચાલાકીભર્યા આ જવાબથી રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયો. હા... આ સવાલનો કડક જવાબ પણ આપી શકાય તેમ હતું પણ મહાગીતાર્થ સૂરિજીએ તે નીતિ પસંદ કરી ન હતી. અદ્ભુત સાધના
સૂરિજીએ નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેઓ અપૂર્વ બ્રહ્મચારી હતા. અત્યન્ત રૂપવતી પદ્મિની સ્ત્રીને નિર્વસ્ત્ર અવસ્થામાં સામે ઊભી રાખીને બોંતેર કલાક સુધી દેવી સરસ્વતીની મૂર્તિ સામે નિર્વિકારભાવે જપ કરીને દેવી પાસેથી ઈષ્ટ વરદાન મેળવ્યું હતું.
કાશ્મીરની હાજરાહજૂર ગણાતી સરસ્વતી પાસે જતાં સૂરિજીની પાસે ખંભાતમાં સામેથી - દિવી આવીને વરદાન આપી ગયા હતા. અને સૂરિજીને કહ્યું હતું કે, ‘તમારા દ્વારા ગુજરાતમાં ઘણો ઉપકાર થનાર હોવાથી ગુજરાત છોડશો નહિ.”
અખંડ બ્રહ્મચર્ય, જિનાજ્ઞાપાલન-કટ્ટરતા, અપૂર્વ ગુરુભક્તિ વગેરે દ્વારા સૂરિજીએ જે સૂક્ષ્મની અપૂર્વ તાકાત મેળવી હતી તેનું જ આ પરિણામ હતું કે માંસપ્રિય અને શિ અવિરતિચકચૂર કુમારપાળ પરમાહિત્-રાજર્ષિ બન્યા. જે દેવલોકથી ચ્યવીને ભવિષ્યમાં થનારા ઝિ
ભરતક્ષેત્રના પ્રથમ તીર્થંકરદેવ પદ્મનાભ સ્વામીજીના ગણધર બનીને કેવળજ્ઞાન પામીને મોક્ષે િ ૬૭. II જિશે.