________________
|| ૭૭ ||
594
ભક્તિ, ઔચિત્ય અને અનુકંપા
સાધર્મિક-ભાઈ હોય તો તેના પ્રત્યે ભક્તિ દર્શાવવી, અજૈન બંધુ હોય તો તેમના પ્રત્યે ઔચિત્યપણું દર્શાવવું. દુઃખી, ગરીબ તથા અબોલ પ્રાણી હોય તો તેના પ્રત્યે અનુકંપા દર્શાવવી. ભક્તિ દર્શાવવી સહેલી છે, અનુકંપા દર્શાવવી ઘણી કઠિન છે. અનુકંપામાં ઘણું જોવું પડે, ઘણું વિચારવું પડે. ભક્તિ તો સહેલાઈથી થાય, તેનો તરત અમલ થાય. અનુકંપા બે પ્રકારની છે : (૧) દ્રવ્ય અનુકંપા અને (૨) ભાવ અનુકંપા જો દ્રવ્યાનુકંપા કોઈ પણ રીતે ભાવાનુકંપાનુ કારણ બનનારી ન હોય તો તે દ્રવ્યાનુકંપા કર્તવ્ય રૂપ ગણી ન શકાય.
અજૈનની અનુકંપા હોય, પણ અજ્જૈનમાં કેટલાક એવા પણ હોય, જેઓ માર્ગાનુસારીના વિશિષ્ટ ગુણો ધરાવતા હોય તો તેમના પ્રત્યે ઔચિત્યપણું પણ હોવું જોઈએ. અનુકંપામાં બિચારાનો ભાવ આવી જાય છે. અજૈનો પણ બધા સ્થૂલ દૃષ્ટિએ દીન-દુઃખી રૂપે બિચારા નથી.
એટલે ધારો કે કોઈ સંન્યાસી આંગણે આવે તો તેમની કક્ષા પ્રમાણે બેસવાનું સ્થાન આપણે આપવું જોઈએ, તેમનું ઉચિત માન-સન્માન કરવું જોઈએ. તે તેમની કક્ષામાં માનનીય છે માટે તેમના પ્રતિ ઔચિત્યપણું દાખવવું જોઈએ. અસ્તુ. હવે સાધર્મિક ભક્તિનાં કેટલાંક પ્રખ્યાત ઉદાહરણો જોઈએ.
(૧) કુમારપાળ
એક વખત એક શ્રાવકે કલિકાલસર્વજ્ઞ આ. ભગ. હેમચંદ્રસૂરિજીને જાડું ખરબચડું વા
HIGH CO
|| ૭૭ ||