________________
| ૮૧ ||
અજાણી લે. પછી તેની શી પહેરામણી કરવી તે નક્કી કરે, કોઈને શ્રીફળ, તો કોઈને પણ સોનામહોરો આપે. એવી પહેરામણી કરે કે તે સાધર્મિકને અર્થની કે કોઈ બાબતની ચિંતા ન રહે. તેને હેરાન થવું ન પડે. | આ પૌષધશાળા-દેરાસર વગેરે ધર્મસ્થાનકો સાચવે છે કોણ ? આપણા સાધર્મિકો-પૌષધ કરનારા-સામાયિક, પ્રતિક્રમણ કરનારા સાચવે છે. ખદબદતા સંસારમાં તેઓ જ વિરતિધર્મને સાચવે છે. ગૃહસ્થોમાં પ્રભુશાસનના સાચા રખેવાળો જ આ વિરતિધર શ્રાવકો છે, ક્રિયાકારકો છે. પ્રભાવના તરીકે સોપારી, બદામ કે પતાસાં ગમે તે હોય પણ તે કરતાં ભાવના ચઢિયાતી છે. પેથડ શેઠ સાધર્મિકને પોતાને ઘેર મોકલી આપે ત્યાં પહેરામણી રૂપે અર્થાદિની ભક્તિ માં કરાતી. બક્ષિસ રૂપે નહીં. ચાંલ્લો કરીને તેમનું બહુમાન કરવામાં આવતું. આથી લેનારનું | ગૌરવ હણાય નહીં.
વાત્સલ્ય શબ્દમાં બહુમાન રહેલું છે. તે શબ્દ અર્થ-ગંભીર છે. તેમાં મૈત્રીભાવના દિન અંતર્ગત રહેલ છે. સાધર્મિકનું ગૌરવ-બહુમાન આપણે કરવાનું છે. જેનું તમે બહુમાન કરશો તેની સંખ્યા જગતમાં વધશે. સાધર્મિક પ્રત્યે ભાવ દર્શાવશો તો ધર્મીઓની સંખ્યા વધશે જ. | કોઈ છૂટાછેડા લે અને તેને હારતોરા કરો તો સમાજમાં છૂટાછેડા વધે.
પૂર્વે રાજ્યમાં રાજાઓ બે વસ્તુ કરતાદુષ્ટસ્થ અને સુનવણ સેવા અપરાધીને દિંડ કરવાનો અને સજ્જનનું બહુમાન પણ કરવાનું. અપરાધીને દંડ કરવામાં આવે તો તે વધે નહીં. સજ્જનનું સન્માન કરવામાં આવે એટલે સજ્જનો ખૂબ વધે.
| ૮૧ ||