________________
લ
અષ્ટાદ્ધિક પ્રવચનો
દીકટકેશ્વરીનો પ્રચંડ રોષ | કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીનો પુનિત યોગ પ્રાપ્ત કરીને રાજા કુમારપાળે | જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. પરંપરાથી ચાલી આવેલી કુળદેવીની પૂજાનો ત્યાગ કરી દીધો હતો.
કર્તવ્ય - કુમારપાળે કુળદેવીને પશુભોગ આપવાનું બંધ કર્યું એથી કુળદેવી કોપયમાન થઈ. એક | અમારી વખત તેણે કુમારપાળને કહ્યું કે, ‘તમારે કુળપરંપરાથી ચાલી આવતી પશુભોગ આપવો જ આ પ્રવન પડશે.’ કુમારપાળે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, “કુળદેવી ! તમે જગન્જનની ખરા કે નહિ ? જો તમે જગતના જીવોની મા હો તો તમે તમારાં જ બાલુડાંઓનું બલિદાન ઇચ્છો Sીછો ? આ તો કદી સંભવે નહિ. કુળદેવી ! ધર્મ તો નિર્દોષ જીવોની રક્ષામાં જ છે. સર્વ જીવ |
પ્રત્યેનો કરુણાભાવ એ જ ધર્મનું સ્વરૂપ છે, મારાથી જીવદયાના ધર્મની અવહેલના નહિ જ | થઈ શકે. તમે કહો તો તે ખાતર આ અઢાર દેશનું સ્વામિત્વ પણ ત્યાગી દેવા હું આ જ પળે Bતયાર છું. પરંતુ એ હિંસાનું પાપ તો મારી પાસે કોઈ પણ રીતે કરાવી શકો તેમ નથી. મારા | Jઆ દૃઢ નિશ્ચયને કોઈ દેવાત્મા પણ ચલાયમાન કરી શકે તેમ નથી એ વાતની તમે હમણાં આજ નોંધ કરી લેજો.’
કુમારપાળની સાફ વાત સાંભળતાં જ કુળદેવી ક્રોધથી કંપવા લાગી. એણે પોતાનું ત્રિશૂળ ઉગામ્યું અને કુમારપાળની છાતીને અડાડ્યું ! એ જ પળે રાજા કુમારપાળના દેહમાં
| ૪૨ ||