________________
|| ૪૧ ||
ઘોડાને ગાળેલું પાણી : પૂંજણી
ગૂર્જરેશ્વર પાસે અગિયાર લાખ ઘોડા હતા. આજે ગુજરાતના પાટણ પાસે જે કુણઘેર મગામ છે તેની બધી જમીન ઉપર આ ઘોડાઓની અશ્વશાળાઓ હતી. તમામ ઘોડાને ગાળેલું પાણી પિવડાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક ઘોડાની પલાણ ઉપર એક પૂંજણી બાંધી રખાતી. જેના દ્વારા પલાણ પૂંજીને જ અસ્વાર તેની ઉપર બેસી શકતો. આ નિયમનો ચુસ્તપણે અમલ કરવામાં આવતો હતો.
નિર્દોષ જીવ તો એક પણ મરવો ન જોઈએ તેવો રાજર્ષિનો દૃઢ આગ્રહ હતો. એક વાર યુદ્ધમાં જતા રાજર્ષિ ઘોડા ઉપર સ્વાર થતા પહેલાં પલાણ ઉપર પૂંજણી ફેરવતા હતા તે જોઈને કોઈ રાજપૂત હસી પડ્યો. તેણે મનમાં વિચાર્યું કે, ‘નાનકડા જીવને પણ મારવાની તૈયારી ન ધરાવતો આ રાજા યુદ્ધમાં શત્રુની છાતીમાં ભાલો શી રીતે ખૂંપાવી દેશે ? બિરાજપૂતના હાસ્યને અને તેના મનોભાવને જાણીને રાજર્ષિએ તેને બોલાવ્યો. તેની સામે બે જ પિગની ઉપરાઉપરી પાનીઓ ગોઠવીને, તેની સોંસો ભાલો ઘોંચી દીધો. લોહીની કાતિલ સેર એ છૂટી. રાજર્ષિ તે વખતે હસી રહ્યા હતા. તેમણે રાજપૂતને કહ્યું, “ધર્મ સંસ્કૃતિ કે નિર્દોષ પ્રજાજનો ઉપર ત્રાસ ગુજારનારાઓની દયા કુમારપાળ કદી ખાતો નથી. એમના માટે તો એ સાક્ષાત્ યમરાજ છે, હા...નિર્દોષને મારવામાં તે એટલો જ કાયર છે.’
રાજર્ષિની વીરતા જોઈને રાજપૂતે તેમના ચરણોમાં પડીને માફી માગી.
|| ૪૧ ||