________________
અષ્ટાનિકા. પ્રવચનો
॥ ૬૨ ॥
ભંડાર હતા. (૧) શૌર્ય (૨) પ૨નારીસહોદરતા. સૂરિજીની અદ્ભુત સમન્વયદૃષ્ટિ
30
સાધુએ સદા એકાશન તો કરવું જ જોઈએ, એ ઉત્સર્ગમાર્ગ છે. પણ જો ગ્લાનાદિ કારણે તેમ કરતાં તે સાધુને કારમી અસમાધિ પેદા થતી હોય તો તેને ગીતાર્થ ગુરુ અપવાદ માર્ગે બેસણું કે છૂટ્ટી નવકારશી પણ કરાવીને તેની અસમાધિનું નિવારણ અચૂક કરે છે. જેમ એક વ્યક્તિની અસમાધિનું નિવારણ થાય તેમ સંઘમાં વ્યાપતી અસમાધિનું પણ નિવારણ કરવું જ જોઈએ. આ માટે અપવાદ-માર્ગ સ્વરૂપ કોઈ ને કોઈ રસ્તો કાઢવો જ રહ્યો.
કે
અમારી
સૂરિજીએ સ્યાદ્વાદને તો કેવો પીને પચાવ્યો હશે ? એમણે જૈન કે અજૈન સહુ કોઈ સાથેના સંઘર્ષમાં સમન્વયનો જ માર્ગ અપનાવ્યો છે. એમના એ અંગેના પ્રસંગોમાંથી સ્પષ્ટ જણાય છે કે આ મહાપુરુષ સંઘ-સમાધિને સૌથી મહત્ત્વની બાબત ગણાતા હતા. શાસ્ત્રની પ્રવર્તન તમામ આજ્ઞાઓ છેલ્લે તો વ્યક્તિની, સંઘની અને સર્વની સમાધિ માટે જ છે. જો કોઈ કારણે શાસ્ત્રાજ્ઞાનું પાલન જ વ્યક્તિમાં કે સંઘ વગેરેમાં અસમાધિને પેદા કરવામાં નિમિત્ત બની જતું હોય તો તેવા વખતે, ગીતાર્થો પોતાને મળેલી દેશ કાળાદિ અનુસારની અપવાદ નીતિને અનુસરવાની સત્તાનો વીટો વાપરતા હોય છે. બેશક, ઉત્સર્ગ માર્ગેથી ખસવું એ અપવાદ છે. પરંતુ જો તે અપવાદ ઉત્સર્ગને પામવાના લક્ષવાળો હોય તો તે અપવાદમાર્ગ પણ ઉત્સર્ગમાર્ગ જેટલો જ આદરણીય માર્ગ છે.
પહેલું કર્તવ્ય
coc
।। ૬૨ ।।