________________
બન્યું એવું કે પ્રભાસપાટણના સોમનાથ મહાદેવનું મંદિર કાષ્ટનું હોઈને એકદમ ખખડી
ગયું હતું. તેને પથ્થરના મંદિરમાં રૂપાન્તરિત કરવાની વિનંતી મંદિરના પૂજારીઓએ મહાદેવ| ૩૩ ||
ભક્ત કુમારપાળને કરી. મંદિર નિર્વિને અને શીધ્ર પૂર્ણ કરવા માટેનો ઉપાય સૂરિજીને કિ કુમારપાળે પૂક્યો. સૂરિજીએ કહ્યું કે ‘વિન લાવતા કર્મોનો નાશ કરવો હોય તો બ્રહ્મચર્ય : પાલન જેવું કોઈ જબરું વ્રત લેવું જોઈએ અથવા પોતાને અત્યન્ત પ્રિય વસ્તુનો-મંદિરનું | નિર્માણ પૂરું ન થાય ત્યાં સુધી–ત્યાગ રાખવો જોઈએ.” ય કુમારે બીજી વાતનો વિચાર કર્યો. તેણે પોતાને અત્યન્ત પ્રિય માંસનો ત્યાગ કરી દીધો. Aિ માત્ર બે વર્ષમાં મંદિરનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું. કુમારપાળને ખૂબ આનંદ થયો. તેણે સૂરિજીને | માંસ ત્યાગની પ્રતિજ્ઞા છોડવાની રજા માંગી. સૂરિજીએ કહ્યું કે, “મહાદેવજીના દર્શન કર્યા વિના પ્રતિજ્ઞા છોડવી તે યોગ્ય ન ગણાય.” સૂરિજીની આ વાત કુમારપાળે પોતાના જ પુરોહિતોને કરી. તેઓ વિચાર કરવા લાગ્યા કે, “ભગવાન જિનેશ્વરને જ માનનારા આ જ આચાર્યને મહાદેવજી ઉપર આટલી ભક્તિ શી રીતે ઊભરાઈ ગઈ ? આ આચાર્ય કુમારપાળને | મરીઝવવા માટે અને પોતાના કબજામાં લેવા માટે જ આવી મનગમતી મીઠી મીઠી વાતો કરે |
છે. પણ કાંઈ વાંધો નહિ. આપણે તેમને એકદમ ખુલ્લા પાડી દઈશું.' જ પુરોહિતોએ રાજાને કહ્યું કે, “જો આચાર્યશ્રી આવી વાત કરતા હોય તો તે બહુ સારી |
વાત છે, પણ શિવજીના દર્શનાર્થે આપ પધારો ત્યારે તેમને પણ આપની સાથે જ લેવાનું શિરાખજો.’
| ૩૩ ||