________________
| કષાયો અને મન-વચન-કાયાના અશુભ યોગોમાં પસાર થયો. કુમારપાળ તરીકેના ભાવમાં પણ છે
એ જ હાલત થઈ. એ જીવનની શરૂઆતનો મોટો ભાગ આ જ સ્થિતિમાં બરબાદ થઈ ગયો. / ૩૧ ||.
પણ જેમ પૂર્વભવનો ઉત્તરાર્ધ ઉત્તરોત્તર સુધરતો ગયો તેમ કુમારપાળના જીવનનો ઉત્તરાર્ધ | અિસુધરતો ગયો.
કુમારના જીવનના પહેલાં પાંચથી છ દાયકા તો ખૂબ જ ખરાબ હતા. તેનું મિથ્યાત્વ અત્યન્ત ગાઢ હતું. તેને માંસ અતિ પ્રિય હતું. - એક વાર ખંભાતમાં આચાર્યદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજીએ જ્ઞાનભંડારમાં કુમારપાળને
સંતાડીને સિદ્ધરાજના સપાટામાંથી બચાવી લીધો હતો, અને તે કયા દિવસે ગુર્જરાધીશ , થિ બનશે ? તેની ચોક્કસ આગાહી આ સૂરિજીએ કરી હતી. તેની સામે કુમારે સૂરિજીને કહ્યું હતું
કે, ‘જો હું રાજા થઈશ તો તમને મારા ગુરુ તરીકે સ્થાપન કરીશ.’ આ પ્રતિજ્ઞાનું કુમારપાળે ત્રિ બિપાલન કર્યું હતું, પણ સૂરિજીને ગુરુ બનાવતાની સાથે તેણે બે શરતો રજૂ કરી હતી કે, તમારે બિમને કદી જૈનધર્મની વાતો કરીને તે તરફ આકર્ષણ પેદા કરવું નહિ, કેમ કે હું પક્કો, કટ્ટર ત્રિ બિશિવભક્ત છું. વળી તમારે મને કદી માંસ-ત્યાગની વાત કરવી નહિ, કેમ કે તે મને અતિ છે વિપ્રિય છે. | સૂરિજીએ તે વખતે કુમારપાળને કહ્યું કે “આવી શરતો કરવાની ન હોય એ તો જે સમયે જે યોગ્ય હશે તે થયા કરશે.'
|. ૩૧ ||.