________________
(૧) અમારિ પ્રવર્તન
એ જૈન ધર્મનો પ્રાણ દયા છે. જેઓ તારક તીર્થંકરદેવ બને છે તે તમામ આત્માઓ તેમના // ૨૩ ||
છેલ્લેથી ત્રીજા ભવમાં સર્વ જીવોને સદા માટે દુઃખોમાંથી અને સર્વ પાપોમાંથી છોડાવી દેવાની |
કરુણા ભાવનાથી અત્યંત ભાવિત થાય છે. આ કારણે તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે, જેનો હિતેમના છેલ્લા ભવમાં ઉદય થતાં તેઓ તીર્થંકરદેવ બને છે. એવા જિનશાસનને પ્રકાશે છે કે સિજ કોઈ આત્મા તેને સ્પર્શે તે નિશ્ચિતપણે સર્વ દુઃખો અને સર્વ પાપોમાંથી સદા માટે છૂટી | હજઈને મોક્ષ પામે છે.
અહીં એક વાત બરોબર સમજી રાખવી કે ધર્મનો પ્રાણ જે દયા છે, તે અનુબંધમાં દયા 8 (કર્ણા) સમજવી. કોઈકવાર તેવું બને છે કે દેખીતી રીતે (સ્વરૂપથી) દયા જણાતી હોય પણ | પરિણામમાં (અનુબંધમાં) હિંસા થતી હોય તો આવી સ્વરૂપ-દયા જ્ઞાનીઓને માન્ય નથી. ] સિદેખીતી રીતે જે દયા હોય અને તેના પરિણામમાં પણ દયા હોય, અથવા દેખીતી રીતે હિંસા હિજણાતી હોય પણ તેના પરિણામમાં અહિંસા મળતી હોય તો તે બન્નેને જ્ઞાનીઓ અનુબંધ છે દયા કહે છે.
જાળ બિછાવીને પારધિએ દાણા નીર્યા. એકદમ ચૂપકી સાથે તે વડલાની ઓથે ઊભો | રહ્યો. સેંકડો કબૂતરો આવ્યા. તેઓ શાન્તિથી દાણા ખાતાં રહે અને વધુ ને વધુ કબૂતર આવતાં રહે તે માટે પારધિ ખાંસી પણ ખાતો નથી. પણ કોઈ દયાળુ વાણિયાએ આ દૃશ્ય | જોયું. જોરથી તાળીઓ પાડતો તે ત્યાં દોડી આવ્યો અને તેણે તમામ કબૂતરોને ઉડાડી મૂક્યા.
|| ૨ ૩ |