________________
હિAઆ.હેમચન્દ્રસૂરિજી અને ગૂર્જરેશ્વર કુમારપાળ
- હીરસૂરીશ્વરજી મહારાજાએ બાદશાહ અકબર પાસે કરાવેલું અમારિ-પ્રવર્તન ખૂબ પ્રસિદ્ધ હિ અષ્ટાલિંકા ત્રિી છે. એટલે અહીં કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ગૂર્જરેશ્વર | પહેલું પ્રવચનો
દીકુમારપાળ દ્વારા જે જબરદસ્ત અમારિ-પ્રવર્તન કરાવ્યું છે તે પ્રસંગને આપણે અહીં વિચારશું. દિને કર્તવ્ય
આ પ્રસંગમાં વચ્ચે વચ્ચે સંઘમાં સંપની આવશ્યકતા, શ્રાવકનું ઉચ્ચ કક્ષાનું શ્રાવકપણું, તેનો અમારી તત્ત્વત્રયીનો પ્રેમ અને રત્નત્રયી તરફનો અજબ-ગજબનો આદર, ગુરુ દ્વારા કરાતી પોતાના આ પ્રવર્તન શભક્ત-શિષ્યની ભાવ-કાળજી વગેરે અનેક પ્રસંગો આવશે. તે બધા વર્તમાનકાળના સન્દર્ભમાં જ આપણે વિગતથી વિચારશું.
શાસનપતિ પરમાત્મા મહાવીરદેવે મગધપતિ શ્રેણિકને એક વાર કહ્યું હતું કે, “હે મગધપતિ ! મારા ભક્ત બનીને પણ તું પ્રજામાં જે અમારિ પ્રવર્તન કરાવી શક્યો નથી તે અમારિ પ્રવર્તન મારા શાસનકાળમાં થનાર હેમચન્દ્રસૂરિ તથા ગૂર્જરરાષ્ટ્રાધિપતિ કુમારપાળ |
કરશે.'
અહા ! તારક તીર્થંકરદેવના શ્રીમુખે જેમનું નામ ચડી ગયું તે બે મહાપુરુષો કેવા કે હશે ? કેવું અદ્ભુત અમારિ-પ્રવર્તન તેમણે કર્યું હશે ?
ગૂર્જરેશ્વર કુમારપાળનો પૂર્વભવ અને કુમારપાળના જીવનકાળનો પચાસ વર્ષની ઉંમર સુધીનો સમય અતિશય ખરાબ હતો.