________________
|| ૨૭ ||
પૂર્વભવમાં તે ‘જયતાક' નામનો રાજકુમાર હતો. પિતાજી સાથે કોઈ વાતે સંઘર્ષ થતાં રાજ છોડીને તે ચાલી ગયો. રાજકુમાર જયતાકની હૃષ્ટપુષ્ટ કાયા તથા અપૂર્વ પ્રતિભા વગેરે જોઈને જંગલની એક પલ્લીના ચોરોએ તેને પલ્લિપતિ બનાવ્યો. ધાડપાડું તરીકે જયતાક ખૂંખાર બન્યો. પ્રજા માટે અત્યન્ત ભયાવહ બન્યો.
એક વાર તેના જંગલમાંથી ધનદત્ત નામનો સાર્થવાહ સેંકડો માણસોની રક્ષા કરવાના વચનથી બદ્ધ બનીને સાર્થ સાથે પસાર થતો હતો. મધરાતે જયતાકે છાપો માર્યો. બધાને લૂંટી લીધા. અનેક રૂપ-સુન્દરીઓને પલ્લીભેગી કરી. ધનદત્ત જીવ લઈને ભાગી છૂટ્યો. જયતાકે કરેલી ભૂંડી હાલતને લીધે તે ક્રોધથી નખશીશ સળગી ઊઠ્યો. જંગલની નજીકના પ્રદેશમાં કોઈ રાજા પાસેથી બસો ચુનંદા સૈનિકો લઈને ધનદત્ત રાત્રિના સમયે એકાએક જયતાકની પલ્લી ઉપર ત્રાટક્યો. સુરા અને સુન્દરીના આનંદમાં ભાન ભૂલેલા સહુ હજી તો સૂવાની તૈયારી કરતા હતા ત્યાં એકાએક ઝડપાયા. હોકારા-દેકારા કરતા ધનદત્તના માણસો ભૂખ્યા
વાઘની જેમ ચોરો ઉપર તૂટી પડ્યા. ચાલાક જયતાક ભારે ચપળતા દાખવીને આબાદ છટકી ગિયો. આથી ધનદત્તને ખૂબ અફસોસ રહી ગયો. પણ જયતાકની સગર્ભા પત્ની-પ્રાણથી પણ અધિક વહાલી-ધનદત્તના હાથમાં આવી ગઇ. જયતાકનું વૈર વાળવાની આગ એણે તેની પત્ની ઉપર ઉતારી. તેને ચોટલેથી ઝાલીને પથ્થરની મોટી શિલા ઉપર જોરથી પછાડી. એક જ હ ક્ષણમાં તેની ખોપરી ફાટી ગઈ. પેટ ચિરાઈ ગયું. છ થી સાત માસનો ગર્ભ બહાર ફંગોળાઈ ગિયો. ધનદત્તની વૈર-પિપાસા હજી શાન્ત થઈ ન હતી. તેણે તે કાચા બાળકને ઉપાડી શિલાની
|| ૨૭ ||