________________
હવે આમાં દયાળુ કોણ ? નિર્દય કોણ ? દેખીતી રીતે તો કબૂતરોને શાન્તિથી દાણા ખાવા દેતો પારિધ દયાળુ લાગે. પણ હકીકતમાં (અનુબંધમાં) તો વાણિયો જ દયાળુ છે. જૈનધર્મે જિનપૂજાદિમાં સાવદ્ય (હિંસાવાળી) પુષ્પપૂજા વગેરે જણાવી છે તેનું કારણ આ છે કે, એક વાર ભલે તેમાં દેખીતી હિંસા જણાય છે, પરન્તુ તે આત્મા આંગી વગેરે બનાવીને ॥ ૨૪ ॥ ગિતેનાથી આકર્ષાઈને પરમાત્મામાં ભાવવિભોર બની જાય છે, તેનાથી તે ભયંકરમાં ભયંકર અશુભ-કર્મોને દરેક પળે મોટી સંખ્યામાં ખતમ કરતો જાય છે. એવી ભાવવિભોર અવસ્થામાં તે એવા મોક્ષનું બીજ નાંખે છે કે તે મોક્ષ પામ્યા પછી તે આત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની - મનથી પણ હિંસા કરતો સદા માટે બંધ થઈ જાય છે. આટલો મોટો અહિંસાનો લાભ થવામાં પુષ્પપૂજાદિમાં જે હિંસા કરવી પડે છે તેને જ્ઞાનીઓએ માત્ર સ્વરૂપ-હિંસા કહી છે. અહીં અનુબંધમાં (ફળમાં) પૂર્ણ અહિંસાની સિદ્ધિ હોવાથી આ હિંસાને અનુબંધ-અહિંસા જણાવી છે. હા...પુષ્પાદિની આટલી પણ હિંસા કરવાની જેને ઇચ્છા ન હોય તેણે સંસારમાં થતી ભોજનાદિની તમામ હિંસા છોડી દેવી અને સાચા અર્થમાં સાધુ બની જવું. પછી તો પુષ્પપૂજાદિ સ્વરૂપ દ્રવ્યપૂજા પણ તેને કરવી નહિ પડે. જિનાજ્ઞાઓના પાલન રૂપ ભાવપૂજાથી જ તે કર્મનાશનું કાર્ય સાધી લેશે. સાધુજીવન તો ખૂબ ઉત્તમ કક્ષાની પ્રભુ-પૂજા કહેવાય. જૈન શાસનને માન્ય દયા એ અનુબંધ દયા છે એ વાત આપણે કદી ભૂલવી જોઈએ
નહિ.
અષ્ટાનિકા
પ્રવચનો
પહેલું
કર્તવ્ય
અમારી પ્રવર્તન
|| ૨૪ ||