________________
અષ્ટાલિકા પ્રવચનો
|| ૧૬ |
DIE
બધા વિષમ બન્યા છે, તન, મન એટલા બધા નબળા બન્યા છે કે તેથી ધન્નાજી જેવું ઉત્કૃષ્ટ જીવન તો શું ? પણ તેના ક્રોડમા ભાગનું મુનિ-જીવન જીવવાનું પણ દુષ્કર બની ગયું છે, છતાં જે આત્મા મૂલગુણોમાં શુદ્ધ હોય અને ઉત્તરગુણોમાં નબળો હોય છતાં તેની શુદ્ધિ : પહેલું વારંવાર કરતો રહેતો હોય; સેવાતા દોષો બદલ અતિશય દુ:ખી રહેતો હોય તેને સુસાધુ કહેવામાં, આ કાળની અપેક્ષાએ કોઈ હરકત નથી.
કર્તવ્ય
જે આત્માઓ દોષોને સેવવામાં હૈયાનાં નિષ્ઠુર હોય, એથી દોષોનો કોઈ જ પશ્ચાત્તાપ તેમને થતો ન હોય, જેઓ ગુર્વાશામાં સંપૂર્ણપણે રહેતા ન હોય, જેઓ ખાન-પાનમાં લીન હોય, કે વસ્ત્રાદિની વિભૂષામાં ચકચૂર હોય, સ્ત્રી કે સાધ્વી સાથે હસીખુશીથી દીર્ઘ સમય સુધી વાતો કરતા હોય, ધનનો પરિગ્રહ કરતા હોય, સ્વાધ્યાય અને તપ બિલકુલ કરતા ન હોય, શરીરે ખૂબ સુખશીલ હોય-આવા નિષ્ઠુર આંતર-પરિણતિવાળા સાધુઓ કુસાધુ કહેવાય. તેઓ સભ્યષ્ટિ પણ ન કહેવાય. આવા સાધુઓને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન આપી શકાય નહિ. એમને જાણ્યા પછી મત્થએણં વંદામિ' પણ કહી શકાય નહિ.
વર્તમાનમાં વધુ થતી અપાત્ર દીક્ષાઓના કારણે અને ગુરુ તરફથી યોગ્ય તાલીમ નહિ મળવાના કારણે કુસાધુની સંખ્યામાં વર્ષોવર્ષ વધારો થતો જાય છે. એમને સમજાવવાનું, ઠપકો આપવાનું, સખ્ત સજા કરવાનું કામ તેમના ગુરુઓ માટે પણ મુશ્કેલ થઈ પડ્યું છે. આવા સમયે સુશ્રાવકો અને સુશ્રાવિકાઓએ તેમના મા-બાપ (અમ્મા-પિયા) બનવું જ જોઈએ. સામ,
94093
HH CHHOT
KBG
અમારી પ્રવર્તન
|| ૧૬ ||