________________
आगमप्रतिपक्षनिराकरणम् सर्वागमविरुद्धः ।।९।। इत्यादि । तत्र बहु विचार्यं कियल्लिख्यते।
તથા સર્વ તીર્થગુરુઓનો આ જ પર્વતના શિખર પર' ઇત્યાદિ દ્વારા જે આબુ પર્વત પર જ સર્વ તીર્થકરોની દ્વાદશાંગીનો પ્રાદુર્ભાવ કહ્યો છે, તે પણ આગમવિરુદ્ધ છે. ભા ઇત્યાદિ... તેમાં ઘણું વિચારવા જેવું છે, તે કેટલું લખાય?
તીર્થમાં જે મહાન = ઉત્કૃષ્ટ હોય તે તીર્થગુરુ = તીર્થંકર. શ્રી મહાવીર સ્વામી ભગવાનના શાસનની દ્વાદશાંગી અપાપાપુરીમાં પ્રાદુર્ભાવ પામી હતી. એ રીતે સર્વ તીર્થકરોની દ્વાદશાંગી પ્રથમ સમવસરણના સ્થાને રચાઇ હતી. તેથી જેઓ 'સર્વ તીર્થકરોની દ્વાદશાંગી આબુ પર્વત પર રચાઇ એવું કહે છે, તે કથન સર્વ શાસ્ત્રોથી વિરુદ્ધ છે. હો
तथाऽग्रेतनग्रन्थेषु या पर्युषणा तैश्चतुर्थ्यामेवोक्ता, सापि श्रीमदागमविरोधिनी सूचयति चाधुनिकत्वं एतस्य ग्रन्थस्य I૧૦ ||
તથા આગળના ગ્રંથોમાં તેમણે કહ્યું છે કે પર્યુષણા ચોથના દિવસે જ છે, તે વાત પણ શ્રીઆગમથી વિરુદ્ધ છે, અને આ ગ્રંથ આધુનિક છે, એમ સૂચવે છે.
પર્યુષણા-સંવત્સરી પર્વ ભાદરવા સુદ ૫ના દિવસે હોય. શ્રી કાલિકાચાર્યે અપવાદમાર્ગે ચોથની સંવત્સરી કરી. તેની પ્રવૃત્તિ ચાલે છે. ગીતાર્થ આચરણાથી આ પ્રવૃત્તિ પ્રમાણ પણ છે. પણ એનાથી એવું ન કહી શકાય કે 'ચોથની સંવત્સરી જ