________________
२०६
आगमोपनिषद्
પણ એક કારણ છે, જે 'આ ગ્રંથ આધુનિક છે' એમ સૂચવે છે. અને અન્ય પૂર્વોક્ત ચોવીશ વચનો પણ એના આધુનિકપણાને સૂચવે છે. આ રીતે આ વિરુદ્ધ વચનો અને આધુનિકપણાને સૂચવતા વચનો છે.
तथा यथा केनचित्कस्मिन्नपि क्रियमाणे प्रकरणे सिद्धान्तगतगाथाऽऽलापकादिके मध्ये क्षिप्तेऽपि तस्य सिद्धान्तत्वं नोच्यते, तथैतस्मिन्कुत्रचित्किञ्चिन्मात्रे निगममध्यगते क्षिप्तेऽपि एतस्य यन्निगमेत्यभिधानमुच्यते, तन्न युक्तम्, यतो निगमशब्देन वेदाः प्रोच्यन्ते, तेषु च-भरहेण आयरिआ वेआ कया । तेसु तित्थगरथुईजदिसावगधम्मो संति । कम्माइअं च भणइ-इति श्रीआवश्यकचूर्णिवचनाद्वेदेषु तीर्थकरस्तुतय एव प्रोक्ताः, न तु चरित्राणि । एतस्मिन्पुनर्द्वादशाध्यायी - पञ्चाध्यायीवर्जिते जिनचरित्राणि दृश्यन्ते । तान्यपि च पूर्वोक्तयुक्त्या काल्पनिकानीव प्रतिभासमानानि ।
તથા જેમ કોઇ કાંઇક પ્રકરણ બનાવે તેમાં આગમિક ગાથા-આલાવા વચ્ચે મુક્યા હોય, તો પણ તે પ્રકરણને આગમ ન કહેવાય, તેમ આમાં ક્યાંક કંઇક નિગમમાં રહેલ વચન મુક્યું હોવા છતાં પણ જે આને નિગમ કહેવાય છે, તે ઉચિત નથી. કારણ કે નિગમ-શબ્દથી વેદો કહેવાય છે, અને તેમાં - 'ભરતે આર્ય વેદો બનાવ્યા. તેમાં તીર્થંકરસ્તુતિ, યતિધર્મ, શ્રાવકધર્મ છે. કર્મ વગેરે કહે છે' – એમ શ્રી આવશ્યકચૂર્ણિના વચનથી વેદોમાં તીર્થંકરની સ્તુતિઓ જ કહી છે, ચરિત્રો નહીં. આમાં તો દ્વાદશાધ્યાયી- પંચાધ્યાયી સિવાયના ગ્રંથોમાં
-