________________
२१०
आगमोपनिषद् આ રીતે શ્રી સિદ્ધાન્તસારના અનુસારે રચેલા આ પ્રકરણમાં અજ્ઞાન આદિથી જે કોઈ ઉસૂત્ર લખાયું હોય, તેનું ત્રિવિધથી મિચ્છામિ દુક્કડમ્. અને જે કોઇ પણ ઉત્સુત્ર હોય, કૃપા કરીને મધ્યસ્થ ગીતાર્થો તેનું સંશોધન કરે. ધર્મ પ્રવર્તક ચોવીશ તીર્થકરો ગણધરો સહિત ચતુર્વિધ શ્રીસંઘમાં કલ્યાણ કરો. .
इति श्रीआगमप्रतिपक्षनिराकरणं नाम सम्पूर्ण प्रकरणम् । ગુમ ભવતુ !
આ રીતે શ્રી આમગપ્રતિપક્ષ નિરાકરણ નામનું પ્રકરણ સંપૂર્ણ થયું. શુભ થાઓ.
ઇતિ
ચરમ તીર્થપતિ કરુણાસાગર શ્રી મહાવીરસ્વામિ શાસને
પ્રથમ તીર્થકર શ્રીયુગાદિદેવસાન્નિધ્યે વિ. સં. ૨૦૬૯ ભાદરવા વદ દશમે
શ્રી આઠવાલાઇન્સ જૈનસંઘ - સુરત મધ્યે તપાગચ્છીયાચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ
પા-હેમચન્દ્રસૂરીશ્વરજીશિષ્ય આચાર્ય વિજયકલ્યાણબોધિસૂરિ સંવર્ણિતા
આગમોપનિષદ્