________________
१२८
आगमोपनिषद् ત્રસમાં પૃથ્વીથી ગમન - ઇત્યાદિ, તથા કુણાલા પાસે એરાવતી નદી, જ્યાં એક પગ જળમાં કરીને, એક પગ આકાશમાં કરીને - ઇત્યાદિ શ્રી આગમના વચનોથી લાભાલાભ જોવાપૂર્વક સાધુઓ પણ પૃથ્વી, પાણી વગેરેના જીવોની દ્રવ્યથી વિરાધના કરે છે, પણ (તે વિરાધના) અધર્મ માટે નથી કરતાં. - ઉપરોક્ત પુઢવિ૦ ગાથા ઓઘનિર્યુક્તિમાં આ મુજબ કહી
पुढवितसे तसहिए निरंतरतसेसु पुढवीए चेव । आउवणस्सइकाए वणेण नियमा वणं उदए ।।२।।
માર્ગમાં જતાં બે રસ્તા આવે. એક રસ્તે પૃથ્વીકાયની વિરાધના સંભવતી હોય અને બીજા રસ્તે ત્રસકાયની વિરાધના સંભવિત હોય, તો ત્રસરહિત માર્ગથી જવું જોઇએ. અર્થાત્ જો ત્રસ જીવો છૂટા છૂટા હોય તો તેમનો સંઘટો ન થાય તેમ જયણાપૂર્વક વચ્ચે વચ્ચેથી જવું જોઇએ. જેથી પૃથ્વીકાય અને ત્રસકાય બંનેની રક્ષા થાય. પણ જો ત્રસ જીવો નિરંતર હોય, તેથી તેમની વચ્ચેથી જવું શક્ય ન હોય, તો પૃથ્વીકાયવાળા માર્ગેથી જવું જોઇએ.
જો એક રસ્તે અપ્લાય હોય, અને બીજે રસ્તે વનસ્પતિકાય હોય, તો વનસ્પતિકાયવાળા માર્ગે જવું જોઇએ. કારણ કે
જ્યાં અષ્કાય છે, ત્યાં અવશ્ય વનસ્પતિકાય પણ છે જ. માટે એ રસ્તે તો બમણી વિરાધના થાય.
નદી ઉત્તારનું સૂત્ર બૃહત્કલ્પ સૂત્રમાં આ મુજબ છે.