________________
आगमप्रतिपक्षनिराकरणम्
१३१ यदुक्तम्-उच्चालिअम्मि पाए इरिआसमिअस्स चंकमट्ठाए। वावज्जिज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्ज ||१।। न य तस्स तन्निमित्तो बंधो सुहमोवि देसिओ समए-इत्यादि ।
જે કહ્યું પણ છે – ઇર્યાસમિતિથી યુક્ત જીવ ચાલવા માટે પગ ઉપાડે અને કોઇ વિકલેન્દ્રિય જીવ તે પ્રવૃત્તિથી (સહસા) મરી જાય ૧. તો તેને તે નિમિત્તથી સિદ્ધાન્તમાં સૂક્ષ્મ પણ કર્મબંધ કહ્યો નથી - ઇત્યાદિ. (ઓઘનિર્યુક્તિ ૭૪૯-૭૫૦)
तस्मात्त्रिविधेन कृतप्राणातिपातप्रत्याख्यानानां साधूनां द्रव्यस्तवं विधिवत् प्ररूपयतां को नाम दोषावकाशः ? श्राद्धानामपि च विधिवत्तं विदधतां न दोषारेका कापि चिन्तनीया।
માટે જેમણે ત્રિવિધથી હિંસાના પચ્ચખાણ કર્યા છે, તેવા સાધુઓ વિધિપૂર્વક દ્રવ્યસ્તવની પ્રરૂપણા કરે, તો તેમાં શો દોષનો અવકાશ છે? શ્રાવકો પણ વિધિપૂર્વક દ્રવ્યસ્તવ કરે, તેમાં દોષની કોઇ શંકા વિચારવા યોગ્ય નથી. __ अन्यच्च प्रातः प्रासुकीकरणं विना न विधेय एव द्रव्यस्तवः श्राद्धस्तदा कथं शीतादवदन्तीप्रभृतिश्राद्धी-भिर्महारण्यस्थिताभिः कथं विहितो द्रव्यस्तवः ? तत्र तदौषधायोगात् ।
અને બીજી વાત, જો સવારે પ્રાસુકીકરણ વિના શ્રાવકોએ દ્રવ્યસ્તવ ન જ કરાય, તો સીતા, દમયંતી વગેરે શ્રાવિકાઓએ મોટા જંગલમાં રહીને દ્રવ્યસ્તવ શી રીતે કર્યો? કારણ કે ત્યાં તો પ્રાસુકીકરણ માટેનું ઔષધ (ચૂર્ણ) હતું નહીં.
यदप्युच्यते प्रासुकीकरणं विना विहितो द्रव्यस्तवो न