________________
आगमप्रतिपक्षनिराकरणम्
१२९ ___ अह पुण एवं जाणिज्जा एरवइ कुणालाए जत्थ चक्किया एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा एवण्हं कप्पइ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा, एवं नो चक्किया एवण्हं नो कप्पइ अंतो मासस्स दुक्खुत्तो વા તિવહુdો વા ઉત્તપિત્ત, વા સંતરિત્તા વા (ઉદેશ-૪, સૂત્ર૧૩૮).
હવે જો મુનિ એમ જાણે, કે કુણાલા નગરીની પાસે એરાવતી નામની નદી જંઘાના અર્ધભાગે આવે તેટલી ઊંડાઇથી વહે છે. તો તેમાં કે તેવી અન્ય નદીમાં જ્યાં એક પગ જળમાં રાખીને અને એક પગ આકાશમાં રાખીને નદી ઉતરી શકે, ત્યાં એક મહિનામાં બે વાર કે ત્રણ વાર એવી નદી ઓળંગવી કહ્યું છે. પણ જ્યાં આ રીતે ન ઓળંગી શકે, ત્યાં એક મહિનામાં બે વાર કે ત્રણ વાર નદી ઓળંગવી ન કલ્પે.
આગમમાં આવી વિધિઓ અધર્મ માટે નહીં પણ લાભાલાભની દૃષ્ટિએ ધર્મારાધના માટે જ બતાવી છે.
तस्मात्किञ्चितकिञ्चिद्विराधनासम्भवेऽपि भावस्तवावाप्तिरूपं लाभं विलोक्य कथं न विधेयः स्याद् द्रव्यस्तवः श्राद्धानाम् ?
માટે કંઈક કંઇક વિરાધના સંભવતી હોવા છતાં પણ ભાવસ્તવની પ્રાપ્તિરૂપ લાભને જોઇને દ્રવ્યસ્તવ એ શ્રાવકોનું કિર્તવ્ય કેમ ન બને ? ... अन्यच्च द्रव्यस्तवं विदधतां श्राद्धानां या द्रव्यतः समुत्पद्यते हिंसा सा हिंसैव नोच्यते । यदुक्तं श्रीमदावश्यके चूर्णी-सा