________________
૧૬૦
आगमोपनिषद् હવે જો તે બ્રાહ્મણ-બ્રાહ્મણી શ્રીજિનાજ્ઞાથી વિમુખ હોય, શ્રી દેવાધિદેવ સિવાયના દેવ-દેવઓની પ્રતિમાની પૂજા, સ્તવન, અગિયારસનું વિધાન વગેરે મિથ્યાદર્શનસંબંધી ક્રિયાઓમાં પરાયણ હોય, તો પછી તેમને સંઘની અંતર્ગત ગણવા, એ યુક્તિસંગત શી રીતે થાય?
यतः-अस्संघं संघं जो भणइ रागेण अहव दोसेणं मूलं वा छेअं वा पच्छित्तं जायए तस्स ||१।। इति-वचनात्सङ्घमध्ये तद्गणने मूलं पर्यायच्छेदरूपं वा प्रायश्चित्तं स्यादिति ।।१६८।।
કારણ કે – જે રાગ કે દ્વેષથી અસંઘને સંઘ કહે છે, તેને મૂળ કે છેદ પ્રાયશ્ચિત્ત આવે છે. [૧] (સંબોધપ્રકરણ ૪૫૮, સંઘસ્વરૂપકુલક ૪). આ વચનથી તેમને સંઘમાં ગણતા મૂલ કે પર્યાયછેદરૂપી પ્રાયશ્ચિત્ત થાય. ૧૬૮
तथा यत्र मनुष्यानां भूयान्प्रचारस्तत्र पञ्चानाम-प्येकेन्द्रियाणां जघन्यमायुर्मुहूर्तप्रमाणम् । यत्र पुनर्न मनुजानां प्रचारः, किन्तु द्वीन्द्रियादीनां सम्भवेत्, तत्रैकाक्षाणां मध्यमायषोऽर्द्धम् । यत्र पुनर्न द्वीन्द्रियादीनामपि प्रचारस्तत्र तेषामुत्कृष्टायुरिति त्रैविध्यमायुषो यत्तत्र प्ररुप्यते, तदपि न युज्यते ।
તથા જ્યાં માણસોની ઘણી અવરજવર હોય, ત્યાં પાંચે ય એકેન્દ્રિયોનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તપ્રમાણ હોય. જ્યાં મનુષ્યોનો પ્રચાર ન હોય, પણ બેઈન્દ્રિય વગેરેનો હોય, ત્યાં એકેન્દ્રિયોને ઉત્કૃષ્ટ આયુષ્યનું અડધું મધ્યમ (આયુષ્ય હોય
૧. - પોર્ખ !